વિવાદ બાદ ચૂંટણી:ગુલાબ પેનલના 5 હોદ્દેદારો લોકશાહી ઢબથી ચૂંટણી લડીને વિજેતા બન્યા

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી તાલુકા ઘટક સંઘની ચૂંટણીમાં વિવાદ બાદ ચૂંટણી યોજાઈ
  • અગાઉ મશાલ પેનલના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા

નસવાડી તાલુકા ઘટક સંઘની ચૂંટણી શરૂઆતથી વિવાદમા રહી હતી. ગુલાબ પેનલના 4 ઉમેદવારના ફોર્મ રદ થતા મશાલ પેનલના 4 ઉમેદવારમા પ્રમુખ, મંત્રી, ઉપ પ્રમુખ, સહમંત્રી 1ના હોદ્દા મશાલ પેનલના રહ્યા હતા. અન્ય 5 હોદ્દા માટે ચૂંટણી થતા મતદાન બાદ મશાલ પેનલ અને ગુલાબ પેનલ વચ્ચેની મત ગણતરીમા મશાલ પેનલને 177 મત જ્યારે ગુલાબ પેનલને 296 મત મળ્યા હોય.

ગુલાબ પેનલના 5 ઉમેદવાર લોકશાહી ઢબે ચૂંટણી લડી વિજેતા બનતા શિક્ષકો ઉમેદવારો ભારે ઉજવણી કરી હતી. મશાલ પેનલના બીન હરીફ ઉમેદવારમા પ્રમુખ પરષોત્તમ રાઠવા, મંત્રી ભીલ મુકેશ, ઉપ પ્રમુખ પંચોલી સુરેશભાઈ, સહમંત્રી 1 તડવી જશવંત ભાઈ જયારે ગુલાબ પેનલના અન્ય 5 ઉમેદવાર વિજેતા થયા હતા.

જેમા સહમંત્રી 2 પટેલ હિમાંશુ, ખજાનચી ચૌધરી વૈભવભાઈ, ઓડિટર ચૌધરી આશિષભાઈ, પ્રચારમંત્રી ચૌધરી મનીષ કુમાર, સંગઠન મંત્રી વસાવા નિતેશભાઈ આમ ગુલાબ પેનલના 5 ઉમેદવાર ચૂંટણી લડી વિજય બન્યા હતા. મશાલ પેનલના 4 અને ગુલાબ પેનલના 5 હોદેદારોનું ઘટક સંઘ બન્યું છે. ત્યારે આગામી દિવસોમા વાદ વિવાદ વગર શિક્ષકોના હીત સૌ ભેગા મળી કામગીરી કરશેનું બન્ને પેનલના ઉમેદવાર જણાવ્યું છે.

સંખેડા તાલુકાના બે ઉમેદવારો જિલ્લા શિક્ષક સંઘની ચૂંટણીમાં વિજેતા બન્યા
સંખેડા -સંખેડા તાલુકાના બે શિક્ષકોએ શિક્ષક સંઘની ચૂંટણીમાં ઉભા હતા. જિલ્લા શિક્ષક સંઘની ચૂંટણીમાં આ બંન્ને ઉમેદવાર વિજેતા બનતા તાલુકાના શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. સંખેડાના હીમાંશુભાઈ નાયક જે પ્રચારમંત્રીના હોદ્દા માટે અને ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રી-2ના હોદ્દા માટે ચૂંટણી લડયા હતા. હીમાંશુભાઈ નાયકને તેમના નજીકના ઉમેદવાર કરતા 40 મત વધુ મળતા તેઓ વિજેતા બન્યા હતા. જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના નજીકના ઉમેદવાર કરતા 160 મત વધુ મળતા તેઓ પણ વિજેતા બન્યા હતા.

કવાંટ તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીમાં મશાલ પેનલનો ભવ્ય વિજય
કવાંટ - કવાંટ તાલુકા શાળા નંબર-1 ખાતે પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કવાંટ તાલુકાના 824 શિક્ષક સભાસદ પૈકી 757 જેટલા શિક્ષકોએ મતદાન કર્યું હતું. જેમાં ‘ક્રાંતિકારી મશાલ’ પેનલમાંથી પ્રમુખ તરિકે શનિયાભાઈ કે રાઠવા ઉપપ્રમુખ તરીકે હિમાંશુભાઈ ડી રાઠવા તથા મંત્રી તરિકે રવીન્દ્રભાઇ રાઠવા, દિનેશભાઈ રાઠવા (બિનહરીફ), સતીષભાઇ પટેલ (બિનહરીફ) તથા તેઓની પૂરી ટીમ (ભાવેશભાઈ પટેલ, જેંતીભાઈ રાઠવા, કનુભાઈભીલ, સુરજભાઈ રાઠવા) જંગી બહુમતીથી વિજયી બનતા તમામ શિક્ષકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.

બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મશાલ પેનલનો ભવ્ય વિજય
બોડેલી - બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની યોજાયેલી ચૂંટણીમાં મશાલ અને ગુલાબ પેનલ વચ્ચે સીધો મુકાબલો થયો હતો. જેમાં મશાલ પેનલના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. પ્રમુખ પદે ફરી એક વખત સંદીપ જયસ્વાલનો વિજય થયો હતો. જ્યારે મંત્રી પદે સૌ પ્રથમ વખત મહિલા ઉમેદવાર નીલમબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ પદે નિતેશ પટેલ, સહ મંત્રી પદે નટવર સિહ ચૌહાણ અને નિમેષ પટેલ, ખજાનચી પદે હેમાંગ દરજી, ઓડિટર પદે જયેશ પટેલ, પ્રચાર મંત્રી પદે ઉત્તમ બારીયા અને સંગઠન મંત્રી પદે અનિલ વસાવાનો વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...