તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પલાસણીની સીમમાંથી શ્રાવણિયો જુગાર રમતાં 5 ઝડપાયા, 2 ફરાર

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસે જુગાર રમતા આરોપીને ઝડપી પાડ્યા હતા. - Divya Bhaskar
નસવાડી પોલીસે જુગાર રમતા આરોપીને ઝડપી પાડ્યા હતા.

શ્રાવણ માસમાં હાલ ગામડામાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી નસવાડી પોલીસને મળી હતી. નસવાડી પોલીસ આ બાબતે તપાસમાં હોય ત્યારે નસવાડીના પલાસણી ગામની સીમમાં પાના પત્તાનો જુગાર રમાઈ રહ્યો છે ની બાતમી નસવાડી પોલીસને મળતા પોલીસે રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા 5 ખેલીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 ખેલી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

જુગાર રમાઈ રહેલ દાવના રૂપિયા 20,790 રોકડ અને 4 બાઈક સહિત પોલીસે રૂપિયા 2.27 લાખનો મુદ્દામાલ નસવાડી પોલીસે જપ્ત કર્યો છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના કુલ 7 જુગરીયા સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થળ પરથી 2 ખલી ફરાર થઈ ગયા હોય નસવાડી પોલીસ તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...