તસ્કરી:નસવાડી ટાઉનમાંથી મોટા વાહનોની 5 બેટરી ચોરાઈ

નસવાડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઉનમાં બેટરો ચોર સક્રિય થતાં વાહન ચાલકોમાં રોષ

નસવાડી ટાઉન મોટો વિસ્તાર છે. જ્યાં રાતના નસવાડી ટાઉન પોલીસ કડક પેટોલીગ પણ કરે છે. ત્યારે નસવાડી ટાઉનના ભરચક વિસ્તાર એવા મેમણ કોલોની અને કવાંટ રોડ ઉપર આવેલ શિશુ વિહાર સોસાયટી આગળ ઉભા રહેતા મોટા વાહનોમાંથી બેટરીઓ ચોરાઈ છે. સ્કૂલ બસ અને ટ્રક, ટેમ્પો જેવા પાંચ મોટા વાહનોની બેટરી ચોરાઈ છે. સાથે ટેમ્પોમાંથી અન્ય ચીજ વસ્તુઓ પણ ચોરાઈ છે. નસવાડી ટાઉન પોલીસ રાતના વધુ કડક પેટ્રોલીંગ કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

5 વાહનોની બેટરી ચોરો ચોરી કરી ક્યાં લઈ ગયા તે તપાસનો વિષય બન્યો છે. જ્યારે નસવાડી પોલીસ વિભાગના સીસીટીવીનો નસવાડી ટાઉનમાં અભાવ છે. ત્યારે નસવાડી પોલીસ જલ્દી સીસીટીવી કેમેરા કાર્યરત કરે તેવી માંગ ઉઠી છે. કારણ કે અગાઉ પણ સીસીટીવી લગાવવા સર્વે કરાયું હતુ છતાંય સીસીટીવી કેમેરા લાગ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...