ક્રાઇમ:તણખલા ગામે તસ્કર મકાનમાં પ્રવેશી 4.77 લાખ ચોરી ફરાર

નસવાડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોનાના ઘરેણાં સાથે રોકડ રક્મની થયેલી ચોરી

નસવાડી ના તણખલા ગામે ગેરેજની દુકાન ચલાવતા શાહીન ઈકબાલ પઠાણ સોમવારે રાતે 8 વાગે તેનાથી 200 મીટર દૂર રહેતા તેના સાળાને ત્યાં જમવાની દાવત હોય પોતાના પરિવાર સાથે જમવા ગયા હતા. જમીને રાત શાહીનભાઈ પોતાના પરિવારમાં તેની પત્ની, પુત્ર માતા સાથે રાતના ઘરે આવી સૂઈ ગયા હતા.

મંગળવાર સવારે જ્યારે પતિના કપડાં લેવા પત્નીએ તિજોરી ખોલતાની સાથે જ તિજોરીની અંદરનું લોકર ખુલ્લું જોવા મળ્યું હતું. લોકરમાં મુકેલ સોનાના દાગીના જેમાં સોનાનો હાર, હાફ સેટ, લકી, સાથે એરીંગ અને અન્ય નાના મોટા 24 ઘરેણાં જોવા મળ્યાં ન હતા સાથે રોકડા 80 હજાર રૂપિયા જે પાકીટમાં હતા તે પણ જોવા ન મળતા પત્નીએ પતિને જાણ કરતા પતિ પણ આ ચોરી જોઈ અવાચક બની ગયા હતા. નસવાડી પીએસઆઈ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જેમાં બાજુના મકાનના દાદરથી કોઈ તસ્કર ઘરમાં અંદર ઉતરી ચોરીને અંજામ આપ્યો હોય તેમ પ્રથમ અંદાજ આવ્યો છે.

રાતના 8 વાગે સાળાને ત્યાં જમવા ગયેલ બનેવી 11 વાગે પરત આવ્યા હતા. ત્યારે આ સમય દરમિયાન આ ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. હાલ તો નસવાડી પોલીસે સોનાના ઘરેણાં સાથે રોકડ રકમ મળી કુલ 4.77 લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ચોરીનો અંજામ કોઈ જાણ ભેદુએ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. તણખલા ગામે આટલી મોટી ચોરી રાતના 12 વાગ્યા પહેલા થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...