તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નસવાડીમાં બીજા રવિવારે મતદાર યાદી સુધારાના 357 ફોર્મ ભરાયાં

નસવાડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના નાયબ મામલતદારે ડુંગર વિસ્તારના બુથોની મુલાકાત લીધી

લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી છે. એક મત ચૂંટણીના પરિણામ વખતે ઉમેદવાર માટે હારજીતનું સબક બનતું હોય છે. તેવામા મતદારો લોકશાહીના પર્વમા ભાગ લે પરતું તે ફરજિયાત મતદાર હોય તો જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 1055 બુથ પર બી એલ ઓને મતદાર સુધારણા અભિયાનમા જોતરી દીધા છે. છ તાલુકાના દરેક બુથ પર તાલુકા સ્તરેથી કામગીરીનું ધ્યાન અપાય છે. ત્યારે નસવાડી તાલુકાના 160 મતદાન મથકો પર બીજા રવિવારે મતદાર સુધારણા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં 357 મતદાર સુધારણાને લગતા ફોર્મ ભરાયા હતા.

નસવાડી નાયબ મામલતદાર ડુંગર વિસ્તારના ધારસિમેલ તલાવ રૂટ પર જાતે જઈ બી એલ ઓ બુથ પર હાજર છે કે નહી તેની તપાસ કરી હતી. સાથે તાલુકાના અન્ય રૂટ પર બુથની તપાસમાં ગયેલ અન્ય શિક્ષકો પાસેથી જાત માહિતી લીધી હતી. એકંદરે બીજા રવિવારે મતદાર સુધારણામા નસવાડી તાલુકાનું વહીવટી તંત્ર મતદાન બુથ પર દોડતું રહ્યું હતું. ત્યારે જિલ્લાના અધિકારીઓ પણ ગામડાના બુથની જાત ચકાસણી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...