જોવાતી રાહ:નસવાડીના 3 હજાર ખેડૂતોને બેરલ, ટબનો લાભ મળ્યો નથી

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન અરજી કર્યાના મહિનાઓ બાદ પણ અપાયા નથી
  • ભૂપેન્દ્ર પટેલની સરકાર લાભ આપશે કે નહીં તેની જોવાતી રાહ

નસવાડી તાલુકાના ખેડૂતો ઓનલાઈન બેરલ, ટપ લેવા અરજીઓ કરી હતી. અરજી કર્યાના કેટલાય માસ વિતી ગયા છે. ત્યારે ખેડૂતો હવે ચિંતિત બન્યા છે. કારણ કે એક એક ખેડૂત દાખલા અને ઓનલાઈન અરજીના કેટલાય રૂપિયા ભોગવી ચૂક્યા છે. નસવાડી તાલુકામાં 3 હજારથી વધુ ઓનલાઈન અરજી ખેડૂતોએ કરી છે. જ્યારે જિલ્લાના 6 તાલુકામાં હજારો અરજી થઈ છે. જેમાં 200 લીટરનું બેરેલ અને બે 10 લીટરના ટપ આપવાની યોજના હતી.

ખેતીવાડી વિભાગમાં મોટી માત્રમાં ખેડૂતો અરજી કરેલ છે. વિજય રૂપાણીની સરકારે આ જાહેરાત કરી હતી. હવે જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર છે. ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. હજારો ખેડૂતોએ બેરલ, ટપ લેવા માટે અરજી કરી છે તે હવે લાભ મળશે કે નહીં તેની ચર્ચાઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...