તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ટ્રકમાં સંતાડી લઈ જવાતા 48 હજારના વિદેશી દારૂ સાથે 3 બૂટલેગર ઝડપાયાં

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધામસીયા પાસેથી ટ્રકમાં લઇ જવતા વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ. - Divya Bhaskar
ધામસીયા પાસેથી ટ્રકમાં લઇ જવતા વિદેશી દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ.
 • છોટાઉદેપુર LCBએ કુલ 10.54 લાખનો મુદામાલ પકડ્યો
 • ધામસીયા પાસે LCBએ ટ્રકને રોકાવતા ટ્રક ચાલક અન્ય રસ્તે ટ્રક લઈ જતા પકડાયા

છોટાઉદેપુર એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન હકીકત મળેલ કે એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ત્રણ ઇસમો ધામસીયા તરફ આવી રહેલ છે તેવી મળેલ બાતમીના આધારે ધામસીય ગામે ચેકપોસ્ટ ઉપર નાકાબંધીમાં હતા.

આ દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવાનો ઇશરો કરતા ટ્રક ચાલકે પોતાની ટ્રક ઉભી રાખી નહીં અને ધામસીયા ગામ તરફ જવાના રસ્તા તરફ હોટલ પાછળ ભગાડવા લાગેલ સદર ટ્રકનો પીછો કરી તેને રોકી લીધી અને તેમાં બેસેલા ઇસમોને કોર્ડન કરી પકડી પાડ્યા હતા. ટ્રકમાં તપાસ કરતા ટ્રકના કેબિનના ઉપરના ભાગે કોથળાઓ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલો મળી આવ્યો હતો.

ટ્રક તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમોને કુલ કિ.રૂ.10,54,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નસવાડી પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધાવામાં આવેલ છે. પકડાયેલ આરોપીમાં ગુલસીંગભાઇ ભંગડાભાઇ ઉર્ફે ભંગરાભાઇ રાઠવા મૂળ રહે. ખામડકા તા.જી.અલીરાજપુર (એમ.પી.) હાલ રહે.ટીમ્બીગામ મોરા ફળીયું તા.ઉમરગામ જિ.વલસાડ, વેસ્તાભાઇ ભાયલાભાઇ રાઠવા રહે.ચીસાડીયા, ગીરીશભાઇ ખુશાલભાઇ ડું.ભીલ રહે.પીસાયદા .નસવાડી પ્રોહી મુદામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નં.176 કિ.રૂ.48,500, ટ્રક કિ.રૂ.10,00,000, મોબાઇલ નંગ-2 કિ.રૂ.5500, આમ કુલ કિ.રૂ.10,54,000નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો