તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:નસવાડીની મસ્જિદના ધર્મગુરુ સાથે 288 વ્યક્તિએ કોરોનાની રસી લીધી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી મસ્જિદના ધર્મગુરુ સહિત લોકોએ વેક્સિન લીધી હતી. - Divya Bhaskar
નસવાડી મસ્જિદના ધર્મગુરુ સહિત લોકોએ વેક્સિન લીધી હતી.
  • સેવાસદન, નુરાની મસ્જિદ, અલ નૂર મસ્જિદ સહિત કુલ 5 સ્થળે વેક્સિનેશન
  • આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી વેક્સિનેશનમાં બધાને મદદરૂપ બની

નસવાડી ટાઉન મોટો વિસ્તાર હોય અને કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હવે ત્રીજી લહેર આવે પહેલા વેક્સિનેશન કરાવું જરૂરી બન્યું છે. જેને લઈ નસવાડીના આરોગ્ય વિભાગ અને તાલુકા મામલતદાર, ટીડીઓ, ટીએચઓ દ્વારા વેક્સિનેશન અભિયાનની ઝૂંબેશને લઈ નસવાડીની મસ્જિદો પાસે વેક્સિનેશનની કામગીરી માટે ટીમો બેસાડવામાં આવી હતી.

જેમાં વેક્સિનને લઈ નસવાડીના ગ્રામજનો મોટી માત્રમાં વેક્સિન લેવા આવ્યા હતા. ખાસ નસવાડીની મસ્જિદોના ધર્મગુરુએ કોરોના રસી લીધી હતી અને કોરોના વેક્સિન લેવા અપીલ કરી હતી. નસવાડી ટાઉનમાં સૌથી વધુ કોરોનાના દર્દીની સારવાર કરનાર ડોક્ટર હજી ઈમતીયાઝ દ્વારા પણ ગ્રામજનોને બીજી લહેરની પરિસ્થિતિ વિશે સ્થળ પર સમજ આપી હતી.

અને કોરોના વેક્સિન એ જ આપણી હાલ સારવાર છે તો વેક્સિન લેવા અપીલ કરાઈ છે. નસવાડી આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી વેક્સિનેશનમાં બધાને મદદરૂપ બની હતી. નસવાડી ટાઉનમાં ટીમો વેક્સિનેશનની કામગીરીમાં જોડાઈ હતી. સેવાસદન, નુરાની મસ્જિદ, અલ નૂર મસ્જિદ, મમદિના મસ્જિદ સાથે મેમણ કોલોની આમ 5 જગ્યાએ 288 લોકોનું વેક્સિનેશન થયું હતું. હજુ તંત્ર ધ્યાન આપે તો વધુ વેક્સિનેશન થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...