તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:નસવાડી તાલુકાના 24 કેન્દ્રો પર 2670ને કોરોનાની રસી અપાઈ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના અધિકારીઓ અને રેશનિગ સંચાલકોના પ્રયાસથી રસીકરણ જાગૃતિ લાવવાનો પ્રયાસ

નસવાડી તાલુકામા 10 દિવસ પહેલા કોરોના રસીકરણના આંકડા નહીવત જોવા મળતા હતા અને લોકો વેક્સિન લેતા નથી વગેરે બાબતની ચર્ચા સાથે કોરોના વેક્સિનેશનની કામગીરીમા વધારો થતો ન હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને છોટાઉદેપુર ડીડીઓ નવા આવ્યા બાદ વધારે કોરોના વેક્સિનેશન પર ભાર આપવામાં આવતા હાલ નસવાડી તાલુકામાં પણ હવે કોરોના વેક્સિનેશનની કામગીરીને સફળતા મળી રહી છે.

ખાસ તો તાલુકાના જવાબદાર અધિકારીઓ વધારે ગામડામા જાય અને લોકોને સચોટ સમજ આપે તો લોકો પણ રસી લેવા આગળ આવે. પરતું અફવા પર વધુ ધ્યાન લોકો આપતા હોય રસીકરણની કામગીરી દરમ્યાન લોકો રસી લેવા આવતા ન હોય ત્યારે હાલ બે દિવસથી તંત્ર કોરોના વેકસિનેશનની કામગીરીમા કડક વલણ અપનાવતા હવે ગામે ગામ વેક્સિન લોકો લઈ રહ્યા છે. નસવાડી તાલુકાના 24 કેન્દ્રો પર કોરોના રસી આપવા માટે ટીમ કાર્યરત કરાઈ હતી. જેમાં તાલુકાના અધિકારીઓના અને રેશનિંગ સંચાલકોના પ્રયાસોથી 2670 લોકોનું વેક્સિનેશન થયું છે. હજુ ડુંગર વિસ્તારના ગામડામા તંત્ર ધ્યાન આપે તો વધુ કોરોના વેક્સિનેશનની કામગીરીમા સફળતા મળે તેમ છે.

નસવાડી તાલુકામાં બે મહિલાના કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર ચિંતિત બન્યું
કોરોનાની બીજી લહેર બાદ નસવાડી તાલુકામાં કેટલાય દિવસોથી એકપણ કોરોના પોઝિટિવ કેસ હતો નહી. પરતું બધા જ મોટા ભાગના લોકો હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટ ભૂલી ગયા છે. ત્યારે નસવાડી તાલુકાના નાનીઝડુંલી અને વાડિયા આમ બે ગામની મહિલા જિલ્લા આરોગ્યના રિપોર્ટ મુજબ પોઝિટિવ આવતા શુ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈની ચર્ચા ઉઠી છે. જેને લઈ તંત્ર ચિંતિત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...