છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી ટાઉનમાં આવેલ વિશ્રામ ગૃહમાં આમ તો કોઈ વધુ આવક નથી. પરંતુ દરરોજ આ સર્કિટ હાઉસના રૂમનો રાજકારણના લોકો ઉપયોગ કરે છે. એમાં પણ હાલ ગરમી શરૂ થતાં ફૂલ એસી ચાલુ રહેતા હોય છે. આ સર્કિટ હાઉસનું અંદાજિત 24 હજારનું વીજ બિલ હજુ બાકી છે. આથી નસવાડી mgvcl દ્વારા વીજ મીટરના વાયરો વીજ પોલ ઉપરથી કાપી નખાતાં હાલ તો સર્કિટ હાઉસમાં આધારપટ છવાયો છે.
સર્કિટ હાઉસમાં જે કર્મચારી છે તેઓ પણ અંધારા ઉલેચવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિમાં કોઈ અધિકારી કે ધારાસભ્ય રાત્રે આવે તો શું થાય? અને ક્યાં જાય? નસવાડી રેસ્ટ હાઉસ સ્ટેટ આર એન્ડ બી છોટાઉદેપુરના અન્ડરમાં આવતું હોવા છતાં આ અંગે કોઇ ધ્યાન ન અપાતાં આ પરિસ્થિતિ સર્જાઇ છે. બિન અધિકૃત વ્યક્તિ પણ સર્કિટ હાઉસનો ઉપયોગ કરતી હોઇ માર્ગ મકાન વિભાગ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.