તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:નસવાડી ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા રોડ, કોઝવે સહિતના 21 કરોડના કામો કોન્ટ્રાકટરોના ભરોસે

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં ચાલી રહેલ R&Bના કામના સ્થળ પર કોઈ DE, SO, વર્ક કારકુન હાજર નથી તેની તસવીર. - Divya Bhaskar
નસવાડી તાલુકામાં ચાલી રહેલ R&Bના કામના સ્થળ પર કોઈ DE, SO, વર્ક કારકુન હાજર નથી તેની તસવીર.
  • માર્ગ અને મકાન વિભાગના DE, SO, વર્ક કારકૂન વગર ચાલી રહેલી કામગીરી
  • 3 વર્ષથી SO, રોડ કારકુનની જગ્યા ખાલી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 212 ગામ છે. જે ગામડાના રસ્તાઓ વર્ષોથી ખખડધજ હાલતમાં છે. ભાજપ સરકારના રાજમા સંખેડા ધારાસભ્ય અભેસિંગ તડવીએ અવાર નવાર રજુઆત કરી રસ્તા પુલ કોઝવે મંજુર કરાયા છે. જે રોડ, કોઝવે, પુલના કામો મંજુર થયા બાદ ટેન્ડરો પડી ગયા. હવે કામગીરી ચાલી રહેલ છે. જેમાં નસવાડી તાલુકાનો મુખ્ય ખુશાલપુરા, ગઢને જોડતો પુલ, ગઢબોરીયાદથી ચદનપુરા, ઉમરોકોઈ જામલી છેવટ, તેમજ અન્ય ડામર રોડના કામો જે કામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મજુર થયા છે.

અંદાજીત 5થી વધુ કામો હાલ ચાલી રહ્યા છે. જેમાં અદાજીત 21 કરોડથી વધુના કામો ચાલી રહ્યા છે. જે કામગીરી પંચાયત ડીઈ, એસઓ, રોડ કારકુનની જવાબદારીમા આવે છે. સાથે જેતે કામગીરી કરનાર એજન્સીના સિવિલ ઇજેનર સાઈટ પર હાજર હોઇ તે રીતે કામગીરી કરવાની હોય છે. પરંતુ તેઓ પણ હોતા નથી.

નસવાડી આર એન્ડ બી કચેરીમા ફક્ત એક જ એસઓ છે. 212 ગામના રસ્તાની દેખરેખ હાલ તેમના ઉપર છે. સાથે ડીઈ પાવીજેતપુરના ચાર્જમા છે. જ્યારે રોડ કારકુન 3 વર્ષથી છે જ નહી. બે એસઓની અને બે રોડ કારકુનની જગ્યા હાલ ખાલી છે. જેને લઈ નસવાડી તાલુકામા ચાલી રહેલા કરોડોના કામ કોન્ટ્રાકટરોમા ભરોષે ચાલે છે. એમાં પણ બધી જ કામગીરી ઉચ્ચક આપતી હોય મંજૂરો પુર ઝડપે કામગીરી કરે છે.જેમાં કામગીરીના મટેરિયલ અને તેની ગુણવતાના પ્રશ્નો ઉભા થયા છે.

વર્ષો બાદ જે કામ મંજુર થયા છે તે કામ સ્થળ પર કરાવવા માટે એક જ એસઓ હોય પહોંચી વળતા નથી. વહીવટી કામગીરી હોય તો એસઓ પણ મુશ્કેલીમા મુકાયા છે. ડીડીઓ, કાર્યપાલક ઈજેનર અન્યતાલુકાના ડીઈએસઓ. રોડ કારકુન આટલા બધા કામ ચાલુ હોય હાલ કામગીરી પૂરતા મૂકે તો રોડ, પુલ, કોઝવેના કામ વ્યવસ્થિત થાય તેવી માંગ ઉઠી છે.

વર્ષો પછી કામ મંજૂર થયા તેની કામગીરી વ્યવસ્થિત થતી નથી
કામ ટેન્ડરોના 25 ટકા ડાઉનથી ચાલે છે. તે કામ સાઈડ પર અધિકારીઓ વગર કેવા થાય તે જોવું જોઈએ. હાલ અમે તપાસ કરતા એક જ એસઓ ઓફીસમા છે. તેઓ કયા ધ્યાન આપે. વર્ષો પછી કામ મંજુર થયા તેની કામગીરી વ્યવસ્થિત થતી નથી. સ્થળ પર જોઈ તપાસ કરવી જોઈએ. અન્ય તાલુકાના અધિકારી આટલા બધા કામ ચાલે તો મુકવા જોઈએ. > અલ્પેશ રાઠવા, સામાજીક કાર્યકર, નસવાડી

અન્ય સમાચારો પણ છે...