કાર્યવાહી:નસવાડીની રેલવે લાઈનની જગ્યા પરથી 200 કાચા દબાણો હટાવાયાં

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉનમા રેલવેની હદમાં કરવામાં આવેલા દબાણ જાતે ગ્રામજનો દૂર કરી રહ્યા છે. - Divya Bhaskar
નસવાડી ટાઉનમા રેલવેની હદમાં કરવામાં આવેલા દબાણ જાતે ગ્રામજનો દૂર કરી રહ્યા છે.
  • રેલવેનો કોઈ પ્રોજેક્ટ ન હોવાથી 14 વર્ષથી રેલવે સેવા બંધ છે
  • રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવતા પરિવારોની રોજગારી છીનવાઈ

નસવાડી ટાઉનમા છુછાપુરા, તણખલા રેલવે લાઈન પસાર થાય છે. જે રેલવેની જગ્યામા નસવાડી ટાઉનના અનેક બેરોજગાર પરિવારો રોજનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. જેમાં શાકભાજી, ચા તેમજ અન્ય નાનો છૂટક વેપાર કરતા નાના લારી-ગલ્લા કેબીનવાળા છે. જે રેલવેની જગ્યાની આજુબાજુ વેપાર કરે છે.

ત્યારે શુક્રવાો સવારે રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસ નસવાડી આવી હતી અને રેલવેની હદના જે દબાણો છે તે દૂર કરવા કાર્યવાહી કરી હતી. નસવાડીના જે છૂટક વેપાર કરતા ગ્રામજનો તરત જ તેમની કેબિન લારીઓ હટાવા લાગ્યા હતા. કેટલાય ગ્રામજનો નસવાડી તાલુકાના ભાજપ, કોંગ્રેસના નેતાઓને ફોન જોડાયા હતા.

કારણ કે રેલવે છેલ્લા 14 વર્ષથી બંધ છે. અને રેલવેનો કોઈ પ્રોજેકટ હાલ અમલમાં ન હોય. ત્યારે જે પરિવારો રોજગાર મેળવી રહ્યા છે. તેમને હટાવવાથી શુ ફાયદોની રજુઆત કરાઈ હતી. નસવાડી ટાઉનનો રેલવે સ્ટેશન જ જર્જરિત હાલતમાં પડ્યું છે. જ્યારે રેલવે શરૂ થાય તો ગ્રામજનો સ્વેચ્છાએ હટી જાય તેવાની ચર્ચા થઈ હતી. પરંતુ રેલવેના અધિકારીઓ, પોલીસ ઉપરથી આદેશ હોઇ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે બે રોજગાર નાનો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા હતા તેમણે કાચા દબાણ હટાવવા જાતે ગ્રામજનોએ શરૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...