તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પોની બ્રેક ફેલ:તલાવ ગામેથી ડીજેના ટેમ્પોની બ્રેક ફેલ થતા કચડાતાં 2નાં મોત, 5 ઈજાગ્રસ્ત

નસવાડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તલાવથી નીકળેલા ડીજેના ટેમ્પો પાછળ જાનૈયાઓ નાચતા હતા
 • કેટલાક જાનૈયાઓ ટેમ્પોની આગળ ચાલતા હોવાથી તે કચડાયા

નસવાડી તાલુકામા હાલ લગ્નની સિઝન ચાલુ છે. ત્યારે કોરોના વાયરસની મહામારીમા જે લગ્નો ગત વર્ષે બંધ રહ્યા હતા. તે લગ્નો આ વર્ષે યોજાઈ રહ્યા છે. તેવું લગ્ન નસવાડીના ડુંગર વિસ્તારનું છેલ્લું તલાવ ગામ જ્યા લગ્ન યોજાયો હતો. જે લગ્નમા છોકરાની જાન સવારના 4 કલાકે નીકળી હોય જેમાં ડીજેના તાલે બધા જાનૈયાઓ ધારસિમેલ ગામે આવતા હોય. ત્યારે તલાવ ગામથી થોડે દુર ઉંચો ઢાળ છે. જે ડીજેનો ટેમ્પો ઉતરતો હતો અને અચાનક ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ જતા ટેમ્પોની આગળ કેટલાય જાનૈયાઓ પગપાળા ચાલતા હોય જેમાં બે વ્યક્તિ ઉપર ટેમ્પો ચડી જતા બેના મોત થયા છે. જેમાં એક 12 વર્ષની છોકરી અને એક 37 વર્ષની મહિલા છે.

ટેમ્પોની વચ્ચેથી કેટલાક લોકો નીકળી જતા બચી ગયા હતા. જ્યારે ટાયર નીચે કચડાતા બેના મોત થયા છે. સાથે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત બનતા તેઓ સારવાર માટે ખેસેડાયા હતા. નસવાડી પોલીસ તેમજ 108 વહેલી સવારના 5 વાગે ડુંગર વિસ્તારના તલાવ ગામે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે લગ્ન પ્રસંગ શોકમા ફેરવાયું છે. નસવાડી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો