અકસ્માત:નસવાડી તા.માં ઉતરાણ પહેલાં જુદી જુદી 2 ઘટનામાં 2ના મોતધારસીમેલના યુવકનું માર્ગ અકસ્માતમા મોત

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારસીમેલના યુવકનું માર્ગ અકસ્માતમા મોત
  • ખાપરીયાની વિધવા મહિલાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

નસવાડીના વઘાચ આશ્રમ ખાતે અભ્યાસ કરતા પુત્રને ઉતરાણની રજાને લઈ ધારસીમેલ ગામના ખેમજીભાઈ ડુ ભીલ લેવા ગયા હતા. દરમિયાન ચોરામલના પાટિયા પાસે તેઓને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારતા તેઓ બાઈક સાથે રોડ પર પટકાતા ઘટના સ્થળે મોત થયેલ હતું. પુત્રને ઉતરાણની રજા માટે લેવા આવેલ પિતાનું મોત થતા ગ્રામજનોમા શોક છવાયો છે.

જયારે બીજી ઘટનામા આર્થિક નબળી પરિસ્થિતિને લઈ ખાપરીયા ગામની વિધવા મહિલાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળેલ છે. ખાપરીયા ગામની વિધવા મહિલા ઉર્મિલાબેન કાળુભાઈ નાયકાની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. રોજગારીનો અભાવ હોઇ જીવનથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. નસવાડી પોલીસ બન્ને ઘટનાને લઈ મોત અકસ્માતનું ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...