ભાસ્કર વિશેષ:નસવાડીમાં 1051 ત્રિશૂલ દીક્ષા સમારોહ યોજાયો

નસવાડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિહિપ અને બજરંગ દળની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
  • ભારત દેશની​​​​​​​ રક્ષા પર કોઈ આંચ ન આવે માટે આ ત્રિશુલ દીક્ષા અપાઈ છે : પુરાણી સ્વામી કૃષ્ણ પ્રિયદાસ

નસવાડીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા ત્રિશુલ દિક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. નસવાડી એસ ટી ડેપોથી હાઈસ્કૂલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આદિવાસી કલાકારો મહેશ ભીલ ઉર્ફે બકો, દિલીપ ભીલ, ઉર્વી રાઠવાએ રામ, હનુમાનની વાણીઓ તેમના કંઠે ગાઈ શોભાયાત્રાને સફળ બનાવી હતી. આ કાર્યક્મમા 1051 હિન્દૂ યુવાનો બજરંગી ત્રિશૂલ દીક્ષા ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા જિલ્લામાંથી સંતો મોટી માત્રમા આવ્યા હતા.

સાથે VHPના જિલ્લા પ્રમુખ દીપક વિજયવર્ગયએ તેમજ પુરાણી સ્વામી કૃષ્ણ પ્રિયદાસ સ્વામિનારાયણ ડભોઇ ભાવેશભાઈ ઠક્કર, બજરંગ દલ સંજોયક ગુજરાત પ્રદેશ નરેન્દ્ર સિંહ પરમાર વિશાલભાઈ જયસવાલ મહેન્દ્ર પાઠક, પ્રવીણ રાઠવા, જશુંભાઈ ભીલ મનહરભાઈ, જરંગ દળ, વિહિપના કાર્યકર્તા મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઈથી આવેલ પુરાણી સ્વામી કૃષ્ણ પ્રિયદાસ સ્વામિનારાયણ એ ત્રિશુલ મારવા માટે નહીં પરંતુ ભારત માતા દેશની રક્ષા માટે દિક્ષા અપાઈ છે નું જણાવ્યું હતુ. શોભાયાત્રામા ભાજપના પ્રમુખ ગોપાલસિંહ સાથે અન્ય ભાજપ નેતા હાજર રહ્યા હતા. કોંગ્રેસ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતુ. અને સંતોના આશીર્વાદ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...