હેરાન:ચંદનપુરામાં 10 વીજપોલ અશ્વિન નદીના પૂરમાં તણાયાં

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસથી અમે હેરાન છીએ : ગ્રામજનો
  • વીજળી બંધ પણ કોઇ નેતા જોવા આવ્યા નથી

નસવાડી તાલુકામાં ભારે વરસાદને લઈ અશ્વિન નદીમાં પૂર આવ્યું હતું જેને લઈ ગઢબોરીયાદના ચંદનપુરા ગામે જતી મધ્ય ગુજરાત વીજ કંપનીની વીજ લાઈન અશ્વિન નદીના પાણીમાં તણાઈ ગઈ છે. જેમાં દસ જેટલા વીજપોલ તણાઈ ગયા છે. ચદનપુરા ગામે આવેલ 125 ગામના વોટર વર્ક્સ ટાંકીના ડીપી સાથે વીજપોલ પણ જમીન દોસ્ત થયા છે. જેને લઈ પાણી પણ ગામડાઓમાં બંધ છે. છોટાઉદેપુર જિલ્લાથી લઈ નસવાડી તાલુકાનું તંત્ર દરેક બાબતે એલર્ટ અધિકારીઓ ગામડામા દોડે છે તે વાત ફક્ત વાહિયાત પુરવાર થઇ છે. એક બોર ચાલુ છે એ પણ વીજ પાવર વગર બંધ છે. કોઈ અધિકારી કે નેતા જોવા આવ્યા નથી તેમ જણાવી ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે.

સરપંચ-તલાટીએ પાણી માટે પણ પૂછ્યું નથી
કોઈ નેતા અમને એક લોટો પાણી આપવા કે પૂછવા આવ્યો નથી. ગઢબોરીયાદ જઈ પાણી લાવીએ છે. ટેન્કરની પણ કોઈ વ્યવસ્થા સરપંચ કે તલાટીએ કરી નથી. એક રાત અધિકારીઓ અંધારા વગર રહે તો ખબર પડે શું થાય છે. હજુ લાઈટો ચાલુ થઈ નથી. > શાંતિભાઈ ભીલ, ગ્રામજન

પાવર શરૂ થઈ જશે
આવતીકાલે લાઈટો ચાલુ થઈ જશે. કામગીરી ચાલુ છે. ફરી પ્રશ્ન ન સર્જાય તે માટે લોખંડના પોલ નાખી ઉંચી લાઈન કરીશું.અન્ય પોલ સાઈડમાં ઉભા કર્યા છે. > કે એન કામોલ, ડે.ઈજેનર, એમજીવીસીએલ, નસવાડી

અન્ય સમાચારો પણ છે...