કાર્યવાહી:નસવાડીમાં 10 લાખની ચોરી, 3 સ્થળે ઘરફોડ કરનારા 4 સિકલીગરો ઝડપાયા

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના ઝડપાયેલા આરોપીઓ. - Divya Bhaskar
ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગના ઝડપાયેલા આરોપીઓ.
  • 3 યુવકોને તપાસતાં વાંદરી પાનંુ, ડિસમિસ મળ્યા, પૂછ્યું તો ભેદ ખુલ્યો
  • ​​​​​​​રાજપીપળામાં 2, ગરુડેશ્વરમાં 2, નસવાડીમાં 4, તણખલામાં 2 જગ્યાએ ચોરી કરી

નર્મદા પોલીસ ગરડેશ્વર ચોકડી પર વાહન ચેકીંગમા હતી. દરમિયાન એક બાઈક પર ત્રણ યુવાનો નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ પાસે એક થેલીમાં ડિશમીસ અને વાંદરી પાનું મળી આવ્યુ હતું. પોલીસને શંકા જતા તેઓની પૂછપરછ કરતા રાજપીપળામાં 2, ગરુડેશ્વરમાં 2, નસવાડીમાં 4 અને તણખલામાં 2 જગ્યા મળી 10 જગ્યાએ ઘરફોડ ચોરી કર્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભૂંડ પકડતા સીકલીગરોના ઘરફોડ ચોરીના અનેક ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં રાજપીપળા, ગરૂડેશ્વર, નસવાડી, તણખલા જેવા મોટા ગામમા આ સિકલીગર ગેંગ ચોરીને અંજામ આપતી હતી. દિવસે અને રાત્રે વહેલી સવારે આ ગેંગ રેકી કરતી હતી અને પછી ચોરીને અંજામ આપતી હતી. જેમાં નસવાડી ટાઉનમાં સોની પરિવારને ત્યાં 10 લાખથી વધુની ચોરી તેમજ નસવાડી ટાઉનમાં પણ અન્ય એક સરકારી કર્મચારીને ત્યાં ચોરી તેમજ તણખલા ખાતે શિક્ષકને ત્યાં આ સિકલીગર ગેંગ અલગ અલગ જગ્યાએ લાખ્ખોની ઘરફોડ ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો હતો.

નસવાડી પોલીસે નર્મદા પોલીસ પાસેથી ગેંગનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. હાલ તો ચાર આરોપી પોલીસને હાથે લાગ્યા છે. હજુ જેમને આ ગેંગ ચોરીનો માલ વેંચતા હતા તે સોની તેમજ આ ગેંગ સાથે હજુ અન્ય કેટલા લોકો મદદરૂપ હતા તેમને પોલીસ તપાસ થયા બાદ કાર્યવાહી કરી પકડવાની કાર્યવાહી કરશે.દિવસે ભૂંડો પકડતા હોઇ કોતરોના રસ્તે રેકી કરતા હતા. ક્યાં ઘર બંધ છે તેનું ધ્યાન રાખી રાત્રે ટાઉન પોલીસની એક્ટિવિટીને ધ્યાને લઇ ચોરીને અંજામ આપતા હતા.

સોનુ વડોદરાની મહિલાને વેચતા હતા
ચોરીને અંજામ આપ્યા બાદ રોકડ રકમ અંદરો અંદર સરખે ભાગે વહેંચતા હતા. અને સોના ચાંદીના દાગીના વડોદરાની એક મહિલા સોનીને વેચતા હતા. બાદ તેની રકમ લઈ જલસા કરતા હતા.

સિકલીગર ગેંગના ઝડપાયેલા ચાર આરોપી
1) સંતોકસિંગ ગુરુમુખસિંગ સિકલીગર રહે.ગરડેશ્વર જી.નર્મદા, 2) ગુરૂદયલસિંગ ઉર્ફે ગટ્ટ બચનસિંગ સિકલીગર રહે. ગણસિંડા, તા.તિલકવાડા, જી.નર્મદા, 3) ગુરુચરણ સિંગ ત્રિલોકસિગ સિકલીગર રહે. ઘોઘંબા, જિ. પંચમહાલ અને 4) ચંદનસિંગ જીવણસિંગ સિકલીગર રહે. તરસાલી, વડોદરા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય આરોપીઓના નામ ખુલવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...