તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નસવાડી MGVCLના 10 કર્મીઓને કોરોના થતાં ફફડાટ

નસવાડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામમાં કોરોનાથી મોત વધતાં વીજ કર્મચારીઓ ભયગ્રસ્ત
 • સ્ટાફ ઓછો હોવાથી વીજ પ્રશ્નો હલ કરવામાં મુશ્કેલી

વિજપુરવઠોએ આવશકય વસ્તુ છે, જેમાં નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીનો મોટાભાગનો સ્ટાફ કોરોના વાઇરસની ઝપેટમા આવ્યો છે, જેમાં 10 કર્મચારીઓ પોતાની રીતે દવા કરી હોમ આઈસોલેશનથી લઈ હોસ્પિટલમાં પણ દાખલ થઈ ચૂક્યા છે, જ્યારે કર્મચારીઓ પોતે એટલા સક્ષમ નથી કે કોરોના વાઇરસની સારવારનો ખર્ચ તેઓ ઉપાડી શકે. ખાસ તો નાના કર્મચારીઓ હાલ પણ જીવના જોખમે ગામડાથી લઈ નસવાડી ટાઉનમાં કામગીરી કરી રહ્યા છે અને ફક્ત એક જ વાત થાય છે બધા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં છે. માટે સ્ટાફ ઓછો છે જેને લઈ વિજ પ્રશ્નો હલ કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ જે રીતે દર્દીઓ ભયભીત બની જાય છે અને દરરોજના નસવાડી ટાઉનથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં મરણની સંખ્યાને લઈ વિજ કર્મચારીઓમાં ભય ફેંલાયો છે. ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તેમના કર્મચારીઓની કામગીરીને બિરદાવી જોઈએ અને જે સ્ટાફ કામગીરી કરી રહ્યો છે તેને હિંમત આપી પ્રોત્સાહીત કરવા જોઈએ. હાલ રાત અને દીવસ નસવાડી તાલુકામાં વિજ કર્મચારીઓ, હેલ્પરો ફરજ બજાવી કોરોના વાઇરસની મહામારીમા જીવના જોખમે ભયથી પણ કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો