તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:તણખલામાં બે બાઈક સામસામે ભટકાતાં 1નું મોત, 1 ઈજાગ્રસ્ત

નસવાડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી ના તણખલા ગામે બે બાઈક સવાર ભટકતા એક નું ઘટના સ્થળે મોત અને એક ઈજાગ્રસ્ત થયો હતો. - Divya Bhaskar
નસવાડી ના તણખલા ગામે બે બાઈક સવાર ભટકતા એક નું ઘટના સ્થળે મોત અને એક ઈજાગ્રસ્ત થયો હતો.
  • નસવાડી તાલુકામાં જીવન રક્ષા પાયલોટ પ્રોજેકટ ભૂલાઈ ગયો

નસવાડી તાલુકામા હાલ દરરોજ અકસ્માતના નાના મોટા બનાવ બને છે. પરંતુ અકસ્માતમા વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય ત્યારે વહીવટી તંત્ર કડક હાથે કામગીરી કરે તે પણ જરૂરી બન્યું છે. કારણ કે બાઈક સવારો એટલી ઓવર સ્પીડ બાઈક ચલાવે છે કે ઘટના સ્થળે જ મોત મળી જતું હોય છે. ત્યારે અકસ્માત મોતમા વધુ એક વ્યક્તિનો જીવ ગુરુવારે ગયો છે. નસવાડીના તણખલા ખાતે કેવડીયા ચોકડી પાસે બે બાઈકો સામ સામે અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. બે બાઇકો પર બે-બે વ્યક્તિઓ સવાર હતા. તણખલા ચોકડી પાસે બાઇકો સામ સામે ધડાકા ભેર અથડાઈ હતી.જેમાં બે વ્યક્તિઓ કેવડીયા નજીકના વાગડીયા ગામના અને બે વ્યક્તિઓ નઘાતપુર કોઠીના તણખલા ગામે ખરીદી કરવા આવ્યા હતા.

જેમાં નઘાતપુર કોઠી ગામના અશ્વિનભાઈ ધનાભાઈ (ઊ.35)નું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાની હદને જોડતો રોડ હોય જ્યા આ ઘટના બની હતી. અકસ્માતમા અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા નસવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 દ્રારા ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ વધુ ઈજાગ્રસ્ત બનતા વડોદરા સારવાર માટે ખસેડાયો છે. નસવાડીની તણખલા પોલીસ ઘટના સ્થળે પોહચી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત ઓછા થાય અને કોઈના જીવ ન જાય તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાએ જીવન રક્ષા અંતર્ગત ટ્રાફીકને લગતા બેફામ ડ્રાઇવીંગ અને જરૂરી સૂચનો કર્યા હતા. જેનો કડક અમલ થાય તે જરૂરી છે. તો નિર્દોષ લોકોના જીવ બચી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...