કવાંટ મામલતદાર કચેરી ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન, વાઘોડિયા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માજી સાંસદ રામસિંગ ભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન ભાવનાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ છાયા બેન રાઠવા, કવાંટ સરપંચ રાજેશભાઈ રાઠવા, તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સદસ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ઉદબોધનમાં રામસિંગભાઈ રાઠવાએ કહ્યું કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, આદિવાસી હિન્દૂ છે, રહેશે, અને રહેવાના છે. આદિવાસી વિસ્તારમાં કેટલાક લોકો ગેરમાર્ગે દોરવા નીકળ્યા છે. તો આવા લોકો સામે ચેતવાની જરૂર છે. ત્યારબાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે પોતાના વ્યક્તવ્યમાં આદિવાસીના હક્કો અને ગુજરાત સરકારે આદિવાસીઓના વિકાસ માટેની વાતો કરી હતી.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તાલુકાના દૂધ ડેરીના સભ્સદોને ડેરીના વહીવટથી વાકેફ કરવા પ્રયાસ કર્યો
કવાંટમાં આવેલ મધુ શ્રીવાસ્તવે વડોદરા જિલ્લાની દૂધ ડેરીની વાતને લઈ તેઓ એ કહ્યું કે નર્મદાનું પાણી હું ડેરીમાં લાવ્યો પણ જેતે વખતે વધુ પાણી મળતું હતું. તેથી મારા શાસનમા હું એ નર્મદા નીરની બીસ્લરી બોટલો બનાવવાનો પ્લાન નાખ્યો અને એનો નફો પશુ પાલન કરતા લોકોને ફેટનો ભાવ વધારે આપવાનો ઠરાવ કર્યો હતો. જ્યારે હાલમા આ પ્લાન બંધ છે અને મશીનરી પણ વેચી દીધી છે. મશીનરી પણ કોને આપી. આમ કહી તેઓએ આગળની વાત અધ્યાહર રાખી હતી અને તેઓએ વિશેષમા કહ્યું કે હુંએ ડેરીની ગાડી કે ફોન પણ વાપર્યો નથી. અરે ડેરીમા ચા સુધ્ધાં પીધી નથી. આમ કહી આ તાલુકાના પણ ડેરીના સભાસદોને ડેરીના વહીવટથી વાંકેફ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.