ચર્ચાનો વિષય:કવાંટ પોલીસ મથક બહાર હજુ પણ વિજય રૂપાણીના CM હોવાના બોર્ડ

કવાંટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટાવાળું બેનરની તસ્વીર. - Divya Bhaskar
ફોટાવાળું બેનરની તસ્વીર.
  • પૂર્વ CMના ફોટા વાળા બેનરો જોઈને તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તારીખ 11/9ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેતા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો હતો. તાત્કાલિક નવીન મુખ્યમંત્રીની જાહેરાત તા 12/9ના રોજ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની પસંદગી થતાં સમગ્ર રાજ્યમાંથી વિજયભાઈ રૂપાણીના નામના જાહેરાતોના બોર્ડ, બેનરો ઉતારી લેવાયા હતા. તાત્કાલિક ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત વાળા બોર્ડ, બેનરો લાગવા પામ્યા હતા.

પરંતુ કવાંટ પોલીસ મથકમાં સુરક્ષા સેતુ અંતર્ગત કોવિડ રસીકરણ માટેના જાહેરાત બેનરો પોલીસ મથક બહાર લગાડવા મા આવ્યા છે જેમાં વિજયભાઈ રૂપાણી ના મુખ્યમંત્રી તરીકે ના બેનરો લાગેલા છે નવીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બે માસ જેટલો સમય વિતી ગયો છતાં પૂર્વ મુખ્યમંત્રીના ફોટા વાળા બેનરો જોઈને તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

જ્યારે આ બાબતે પોલીસ મથકના સૂત્રો દ્વારા પરિપત્ર ન થયો હોવાનો રાગ આલાપી રહ્યા છે. શું આ વિજયભાઈ રૂપાણીના ફોટા વાળા બેનરો પરિપત્ર થયા બાદ જ ઉતરશે કે પછી બે માસથી જેઓ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સાંભળી રહ્યા છે તેઓના ફોટા વાળા બેનરો લાગશે તેની ચર્ચા હાલ ચોરે અને ચૌટે સાંભળવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...