તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંડીબારા ગામેથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયાં

કવાંટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખંડીબારા ગામેથી દારૂ સાથે પકડાયેલા આરોપીઓ. - Divya Bhaskar
ખંડીબારા ગામેથી દારૂ સાથે પકડાયેલા આરોપીઓ.

ગુજરાત રાજ્યના છેવાડે આવેલ કવાંટ તાલુકો બુટલેગરો માટે દારૂ હેરાફેરી કરવા માટેનો મુખ્ય માર્ગ ભૂતકાળ બનવા પામ્યો છે. જેમાં પોલીસે ઘણા કેસો પણ કરેલ છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા તરીકે ધર્મેન્દ્ર શર્મા આવતા તેઓની ધાકથી બુટલેગરો જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોઈ તેમ હાલ દારૂની હેરાફેરી નહિવત થઈ જવા પામી છે. રવિવારે કવાંટથી નસવાડી રોડ ઉપર આવેલ ખંડીબારા ગામ પાસે મોટરસાઇકલ ઉપર બે વ્યક્તિ ભારતીય બનાવટના પ્લાસ્ટિક હોલ 750 એમ.એલના 48 નંગ લઈને જઈ રહ્યા હતા. તેઓ નામ ઇકરામ ભાઈ બલાસિયા ભાઈ ડાવર ઉં.વ. 26 રહે મોરાજી કાલા ઘોડા ફળિયા તા સોંધવા જિલ્લો અલીરાજપુર તથા કિશનભાઈ નાનલાભાઈ ડુંડવા ઉ વ 20 રહે ઉમરઠ કેલાન્ડી ફળિયા તા સોંધવા જિલ્લો અલીરાજપુરને કવાંટ પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો