તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ગોજારીયામાં આદિજાતિ શિ. વિ.ની શાળાના શિક્ષકોનો પગાર ન થતાં રોષ

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોનો જુલાઈ માસનો પગાર હજુ સુધી થયો નથી
  • આદિજાતિ વિભાગના 24 શિક્ષકો પગારની રાહ જોઇ બેઠા છે

કવાંટ તાલુકાના ગોજારીયા ખાતે આવેલ આદિજાતિ વિભાગની 5 શાળા સંકુલ આવેલ છે. જેમાં જુદા જુદા વિભાગમાં શાળાના 24 જેટલા શિક્ષક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ શિક્ષકોનો જુલાઈ માસનો પગાર હજુ સુધી થયો નથી અને હાલ ઓગસ્ટ મહિનાની આખર તારીખ ચાલી રહી હોવા છતાં કર્મચારીઓનો પગાર થયો નથી. જેને લઈને કર્મચારીઓમાં પોતાનો ઘર ખર્ચ તેમજ આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈને ચિંતા શરૂ થઈ છે.

ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, મોહરમ જેવા વિવિધ તહેવારો ગયા અને આગામી તહેવારો આવી રહ્યા છે, ત્યારે પગાર વિના ઘર ખર્ચ તેમજ આગામી તહેવારો પૈસા વિના કેવી રીતે ઉજવવા તેની વિમાસણમાં છે. હાલ ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને બે મહિના પુરા થવા આવ્યા હોવા છતાં ગોજારીયા ખાતે આદિજાતિ વિભાગના 24 શિક્ષકો પગારની રાહ જોઇને બેઠા છે અને સત્વરે તેઓનો પગાર કરવામા આવે તેવી તેમની માગણી છે.જ્યારે આ બાબતે આદિજાતિ વિભાગના પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ ગ્રાન્ટના અભાવે પગાર ન થયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...