આયોજન:કવાંટના હમીરપુરામાં 13 જાન્યુ.થી ત્રિદિવસીય આદિવાસી મહાસંમેલન

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત બે લાખ લોકોના આગમનના પગલે તડામાર તૈયારીઓ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નજીક આવેલા હમીરપુરા ખાતે આગમી તા. 13 જાન્યુ.થી 15 જાન્યુ. સુધી વિશ્વ આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન યોજાવાનું છે. જેમાં દેશભરમાં વસતા આદિવાસીઓ સહિત તમામ રાજકિય, સામાજિક આગેવાનો પણ એક મંચ પર જોવા મળશે. ત્રિદીવસિય સંમેલનમાં અંદાજિત બે લાખથી વધુના આગમનના પગલે હાલમાં હમીરપુરા નજીક દશ એકર જમીનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું કવાંટ તાલુકા ના આદિવાસી એકતા પરિષદ ના પ્રમુખ સનીયા ભાઈ રાઠવાએ જણાવ્યુ હતું.

કવાંટ તાલુકાના હમીરપુરા ગામ ખાતે વિશ્વ આદિવાસી મહાસંમેલન તારીખ 13, 14 અને 15ના રોજ યોજાનાર છે. જેમાં દેશમાંથી અને વિદેશમાંથી પણ આદિવાસી સમાજ પધારવાનો છે. તેના માટે હાલમાં આ જગ્યા ઉપર જમવા માટેનો રસોડું ચાલુ હોવાથી વિવિધ સંગઠનો દ્વારા અનાજનું દાન આપવામાં આવી રહ્યું છે.

જેમાં ગુરુવારે કવાંટ તાલુકાના કાકણપુર ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર નારણભાઈ રાઠવા દ્વારા તેલના 13 ડબ્બા અને ચોખાનું દાન આપવામાં આવ્યું છે. અને સાથે 51 હજાર રૂપિયા રોકડ રકમ પણ આપવામાં આવી છે. જે રકમ હમીરપુરા ગામની પ્રજાએ એકત્ર કરી પોતાના સમાજ માટેનું આદિવાસી સાંસ્કૃતિક મહા સંમેલન યોજાય છે. તેના માટે દાન આપેલ છે.

જ્યારે આ કાર્યક્રમ કાકણપુર ગ્રામ પંચાયતમાં જ થતો હોવાથી ત્યાં લાઈટની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા પણ આ જ સરપંચ પુત્ર દ્વારા કરાઈ છે. તેઓની સાથે તેઓના ભત્રીજા કમલેશભાઈ રાઠવા (રફુ રાઠવા), કુલદીપભાઈ રાઠવા, નારણભાઈ બીજા અગ્રગન્ય લોકો કોઈપણ બીજી જરૂરિયાત હોય તો અમોને કહેશો તે અમે પૂરતી કરીશું તેમ આ સંમેલનના કરતા હરતા આગેવાનોને જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...