ભાસ્કર વિશેષ:કડીપાણીના છાત્રોને બેસવા માટે સ્કૂલની વ્યવસ્થા નથી

કવાંટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકા પંચાયત હોલમા જવાહર નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓના યુનિફોર્મના માપ આપવા છાત્રો સાથે વલીઓ આવ્યા હતા. - Divya Bhaskar
તાલુકા પંચાયત હોલમા જવાહર નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓના યુનિફોર્મના માપ આપવા છાત્રો સાથે વલીઓ આવ્યા હતા.
  • જવાહર નવોદય વિદ્યાલયના વિધાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું
  • સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા હજુ શાળાના બિલ્ડિંગની કોઈ વ્યવસ્થા કરાઈ નથી

છોટાઉદેપુર જિલ્લાને વડોદરા જિલ્લામાંથી અલગ થયે આશરે 5 વર્ષ ઉપર જેટલો સમય થઈ ગયો છે. જિલ્લાના તેજસ્વી બાળકો માટે સરકાર દ્વારા વિવિધ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય સ્કૂલ ભારત સરકાર દ્વારા ચલાવવામા આવે છે. જે હાલ હંગામી ધોરણે કડીપાણી ખાતે ચાલે છે.

જેની જિલ્લા જવાહર નવોદય સ્કૂલની બિલ્ડીંગની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી. જેને લઈને આજરોજ કવાંટ તાલુકા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે કડીપાણી ખાતે અભ્યાસ કરતા જવાહર નવોદયના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોને સાથે લઈને યુનિફોર્મના માપ આપવા આવ્યા હતા.

હાલમાં નવોદય સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કૂલ બિલ્ડીંગની કોઈ વ્યવસ્થા ન હોય તેમ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને જણાવવામા આવ્યું છે. અને છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને લઈને ઓનલાઈન શિક્ષણ જવાહર નવોદયમાંથી બાળકોએ મેળવ્યું હતું. પરંતુ હાલમાં કોરોનાના કેસો નહિવત હોવાને કારણે તેમજ સરકાર દ્વારા ફરી સ્કૂલ રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

તેવા સમયે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને એવું જણાવવામાં આવ્યું કે અહીંયા અભ્યાસ માટે કોઈ બિલ્ડીંગની વ્યવસ્થા કડીપાણી ખાતે બરાબર નથી. અને જોખમ છે તેથી અમે બાળકોને રાખી શકીએ તેમ નથી. જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ આનો વિરોધ કરી આગામી દિવસોમાં કલેક્ટરની મુલાકાત કરવાનું નક્કી કર્યું છે.

જ્યારે પ્રિન્સિપાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓએ વારંવાર ફોન કાપી નાખી વાલીઓને અને પત્રકારોને પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. આમ પોતાની જવાબદારી ભૂલી પ્રિન્સિપાલ હાજર પણ ન હતા.

છોટાઉદેપુર જિલ્લામાં નવોદય સ્કૂલના બિલ્ડિંગનું નામો નિશાન નથી
અમારા બાળકોનું ભવિષ્ય હવે અંધકારમય છે. જવાહર નવોદય સ્કૂલ સારામાં સારી આખા દેશમાં ચાલે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નવોદય સ્કૂલના બિલ્ડીંગનું હજુ કોઈ નામો નિશાન છે જ નથી. તેવા સમયે અમારા બાળકોને હવે કેવી રીતે ભણાવવા એ અસમંજસ છે. -કલ્પેશભાઈ, વાલી, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...