પાણીની સમસ્યાનો અંત:કવાંટ પંચાયતના વારિગૃહમાં 13 વર્ષે નર્મદાનું પાણી પહોંચ્યું

કવાંટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કવાંટ ગ્રામ પંચાયતના વારીગૃહ નર્મદા ના નીરના વધામણાંનું દ્રશ્ય. - Divya Bhaskar
કવાંટ ગ્રામ પંચાયતના વારીગૃહ નર્મદા ના નીરના વધામણાંનું દ્રશ્ય.
  • હાંફેશ્વર યોજનાથી કવાંટ નગરની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત થયો
  • સાંસદ ગીતાબેન રાઠવાએ નર્મદાના પાણીની આરતી ઉતારી વધામણાં કર્યા

કવાંટ ગ્રામ પંચાયતના વારીગૃહ ખાતે 2009થી મંજૂર થયેલ હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 13 વર્ષ બાદ પહોંચતા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા નર્મદાના પાણી આરતી ઉતારી વધામણાં કરવામાં આવ્યા હતા. કવાંટના નગરજનો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે નર્મદા નદીના નીરનું આગમન કવાંટ ગ્રામ પંચાયતના વારી ગૃહ ખાતે આગમન થતા કવાંટના નગરજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નર્મદા નદીના નીરના વધામણાં કરવા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડીને નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. કવાંટ નગરની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવતા લોકોમાં આનંદ ની લાગણી જોવા મળી હતી અને દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી. હાફેશ્વર પાણી પુરવઠા યોજનામાંથી કવાંટ તાલુકા અને પાવીજેતપુર તાલુકાના 173 જેટલા ગામો ને નર્મદા નદીનું પાણી આપવા 145 કરોડ રૂપિયાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે.

કવાંટ નગરમાં ઉનાળાના સમય દરમિયાન બોર, પાણીના ટેન્કરથી પાણી આપવામાં આવતું હતું. કવાંટ નગરમાં ઉનાળા દરમિયાન છેલ્લા કેટલાય વર્ષોથી નગરની પ્રજાને પાણીની સમસ્યાને લઇ ભારે તકલીફ પડતી હતી. જેમાં નગરના આતરે દિવસે પાણી નગરજનોને આપવામા આવતું હતું. નગરની પ્રજાને રાતના ઉજાગરા કરી પાણીની રાહ જોઈ બેસી રહેવું પડતું હતું. આ બધી સમસ્યાઓનો આજે નર્મદાના નીર કવાંટ ગ્રામ પંચાયતની વારીગૃહમાં આવતા પાણીની સતાવતી વર્ષો જુની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

જેને લઈને કવાંટ નગરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળતું હતું. આ આયોજિત કાર્યક્રમના પ્રસંગે કવાંટ ગ્રામ પંચાયત સરપંચ શિલાબેન રાઠવા, ડે.સરપંચ સંદીપ પંચાલ તેમજ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા નર્મદાના નીરને ચુંદડી અર્પણ કરી તેમજ ફૂલ દ્વારા પૂજન કરી નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યાં હતા, જેમાં ખુબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂગર્ભ ગટર યોજના ચાલુ કરી રસ્તા નવા બનાવાય
છોટાઉદેપુર લોકસભાના સાંસદ દ્વારા જેમ નર્મદાનું પાણી કવાંટ ગ્રામ પંચાયતને મળ્યું છે તેવી રીતે નગરની ભૂગર્ભ ગટર યોજના ચાલુ થાય અને નગરના રોડ રસ્તા નવીન બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે.> ડો કે સી પરમાર, કવાંટ

સાંસદની ભલામણથી બીજું કનેક્શન અપાતાં પ્રજા ખુશ
અગાઉના વર્ષમાં કવાંટ નગરના રામદેવપીર મંદિર પાસેના સંપમાં નર્મદાનું પાણી આવે છે. જેમાં કોઈ પણ ગામમાં હાફેશ્વર પાણી પુરવઠાનું એક કનેક્શન આપવામાં આવે છે. જ્યારે કવાંટ નગરમાં સાંસદની ભલામણથી નગરની વારીગૃહમાં બીજું કનેક્શન આપવામાં આવતા નગરજનો ખુશખુશાલ

પાણી પુરવઠા મંત્રની રજૂઆતથી યોજના શરૂ થઇ ગઇ
2009થી હાફેશ્વર પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી હતી. જેતે વખતે 126 કરોડ રૂપિયા મંજૂર થયેલ પણ કોઈ કારણ વસાત તે કામ પૂર્ણ ન થતાં તત્કાલીન પાણી પુરવઠા મંત્રી કુવરસિંહ બાવળીયા કવાંટમાં રજૂઆતના પગલે આવ્યા બાદ ફરી આ યોજના શરૂ કરવામાં આવી જેમાં ત્રણ તાલુકાનેઆને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...