તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કવાંટને જોડતો નાનો પુલ મંજૂર થયાના બે વર્ષે પણ નહીં બનતાં નગરજનોને હાલાકી

કવાંટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કવાંટનો સ્મશાન જવાનો નાનો પુલ બંધ કરી દેતા મૃતકોને 3 કિલોમીટર ફેરવી લઈ જવાનો વારો આવ્યો હતો. - Divya Bhaskar
કવાંટનો સ્મશાન જવાનો નાનો પુલ બંધ કરી દેતા મૃતકોને 3 કિલોમીટર ફેરવી લઈ જવાનો વારો આવ્યો હતો.
  • જર્જરિત પુલ બંધ કરાયો, કામચલાઉ રસ્તો પણ કરા નદીમાં નવાં નીર આવતાં ધોવાયો
  • મૃત મહિલાને સ્મશાને લઈ જવા 3 કિમીનો ફેરો પડ્યો

કવાંટમાં ગુરુવારે વહેલી સવારથી જ વરસાદ વરસતા તેમજ ઉપરવાસમાં અતિભારે વરસાદ પડતા કરા નદીમાં નવા નીર આવ્યા હતા. જેને લઈને કવાંટ નગરને જોડતો નાનો પુલ જર્જરિત હાલતમાં હતો. તેને બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે કવાંટ નગરના સમસ્ત વેપારીઓ દ્વારા સ્વખર્ચે પુલની બાજુમાંથી ડાયવર્ઝન કરી રસ્તો ચાલુ કર્યો હતો. પરંતુ ગુરુવારે કવાંટની કરા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં આ રસ્તો ધોવાઇ ગયો હતો. જેને લઈને રસ્તો બંધ થઈ જાવા પામ્યો હતો.

ગુરુવારે કવાંટ નગરમાં એક મહિલાનું અવસાન થતાં જુનો પુલ જર્જરીત હાલતમાં હોય તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યો છે. ત્યારે તેની તેની અવેજીમાં ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યો હતો તેના પર પાણી ફરી વળતા તેમની સ્મશાન યાત્રાને 3 કિમિ જેટલી ફેરવી આખા નગરમાંથી ડોન બોસ્કો પાસે આવેલા મોટાપુલ પરથી લઈ જવામાં આવી હતી.

આ નાના પુલની સામે હિંદુઓનું સ્મશાન, તેમજ મુસ્લિમ તેમજ વોહરા સમાજના કબ્રસ્થાન સ્થાન આવેલ છે. કવાંટને જોડતા નાના પુલને તંત્ર દ્વારા બંધ કરતા અને તેના સ્થાન પર મંજુર થયેલ નવો પુલ છેલ્લા બે વર્ષથી ન બનતા નગરજનોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. આમ નગરજનોની હાલાકી જોઈને આજે તંત્રની આવી બેદરકારીને કેટલાય સમયથી જર્જરીત નાના પુલના સ્થાને નવા પુલનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...