તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:છોકરાને મારી નાખવાનો વહેમ રાખી મકાનને સળગાવી દીધું

કવાંટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આમસોટામાં આગમા બળી ગયેલ મકાન અને ઘરવખરી. - Divya Bhaskar
આમસોટામાં આગમા બળી ગયેલ મકાન અને ઘરવખરી.
 • આમસોટામાં મકાન બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન
 • આરોપી અને તેની પત્ની ઘરને સળગાવી નાસી જતા પોલીસ ફરિયાદ

કવાંટ તાલુકાના આમસોટા ગામે રહેતા અમરસિંગભાઈ કાળુંભાઈ રાઠવાએ કવાંટ પોલીસ મથકમા ફરિયાદ આપી કે અમારા ગામના વિરસિંગભાઈ લચ્છુભાઈ કે તેમનો પુત્ર દીક્ષિતભાઈ મરી ગયો તેનો ખોટો વહેમ રાખી કહેતા હતા કે તમે અમારા છોકરાને મારી નાખેલ છે. તેમ કહી અમોને ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા અમે ઘરેથી દુર જતા રહેલ અને દૂરથી જોતા વિરસિંગભાઈ તથા તેની પત્ની પારીબેન તથા તેનો છોકરો અનિલભાઈ મળી અમારા ઘરની અડાળીની બાજુ જઈ નજીકમાંથી ઘાસ લાવી દીવાસળીથી ઘરને સળગાવી દઈ નાસી ગયા હતા.

જેથી અમે બુમાં બુમ કરતા અમારા ફળિયાના માણસો દોડી આવી આગ ઓલવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ આગ વિકરાળ બની જતા અમારા ઘર સળગી ગયું અને તેમાં રહેલ ઘર વખરી પણ બધી બળી જતા અમને આશરે 1,80,000 રૂપિયાનું નુકશાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો