નિરીક્ષણ:કવાંટ તાલુકાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે મુલાકાત લીધી

કવાંટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેલધરા ગામે બની રહેલા બે નવા તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હાલમાં કોરોના મહામારીને લઈને છેલ્લા બે મહિનાથી વધુ લોકડાઉનનો સમય થવા આવ્યો છે. હાલમાં આદિવાસી સમાજને જીવન જીવવાનું અઘરું થઈ પડ્યું છે. તેવા સમયે મનરેગા યોજના અંતર્ગત આદિવાસી ભાઈઓ બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી કવાંટ તાલુકામાં 739 કામોની મંજુરી મળેલ છે. તેમાં જમીન સમથળ, તળાવ ઊંડા કરવા, નવીન તળાવ, ચેકડેમ ડિસલટિંગ, પ્રધાન મંત્રી આવાસ યોજનાઓ અંતર્ગત 7129 જેટલા આદિવાસી ભાઈઓ બહેનોને આજ દિન સુધી રોજગારી આપવાનું કામ કરી રહ્યા છે. જેમાં એક દિવસના 224 રૂપિયા જેટલી મજુરી આપવામાં આવી રહી છે. કવાંટના કેલધરા ખાતે બે તળાવો નવીન બની રહ્યા છે. તે કામગીરી નિહાળવા માટે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...