તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કવાંટના ચાપરિયામાં કાર વૃક્ષ સાથે અથડાઇને ખાડામાં પલટી

કવાંટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ચાપરિયામાં વૃક્ષને અથડાઈને મારુતિ કાર ખાડામાં પડી. - Divya Bhaskar
ચાપરિયામાં વૃક્ષને અથડાઈને મારુતિ કાર ખાડામાં પડી.
 • નવા બનાવેલ માર્ગ પરના વૃક્ષો ન કપાતાં છાશવારે અકસ્માત
 • કારમાં બેઠેલા તમામ લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી

કવાંટથી નસવાડીનો 26 કરોડની માતબર રકમ ખર્ચી માર્ગ બની રહ્યો છે. પરંતુ માર્ગ પરના વૃક્ષો કાપ્યા વિના માર્ગ બનાવી દેવામાં આવ્યો છે જેથી ત્યાં પસાર થતાં વાહનો સામે અચાનક આ વૃક્ષો આવવાથી કેટલાય લોકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. માર્ગના વૃક્ષો કાપ્યા વિના માર્ગ બનાવી દેવાથી ગતરાત્રીના રોજ કારને અકસ્માત નડ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.

આ માર્ગ 26 કરોડની રકમનો બની રહ્યો છે. તેમાં વચ્ચેના વૃક્ષો કાપ્યા વિના માર્ગ બનાવી દેવાયો છે. ત્યારે ગતરાત્રીના રોજ એક કાર સવાર રાત્રી દરમિયાન આવતો હતો ત્યારે સામેની ગાડીની લાઈટ પડતા ચાલકને રોડ પરનું વૃક્ષ દેખાયું નહીં અને આ વૃક્ષ સાથે અથડાઈને બાજુના ખાડામાં જઈને કાર પલટી ગઈ હતી. કારમાં સવાર તમામને નાની મોટી ઈજાઓ થઇ હતી. સદનસીબે કોઈ મૃત્યુ થયું ન હતું. આમ માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. બંનેની મિલીભગતથી અકસ્માતો થતાં હોવાની ચર્ચાઓ તાલુકામાં સાંભળવા મળી છે.

કવાંટથી ભાખા સુધીના રસ્તા પર વચ્ચે આવા વૃક્ષો આવતા રહેલા છે અને નાળાના કામ પણ અધૂરા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળથી કામ કરવામાં આવ્યું હોવાનું તેમજ મુસાફરોના જીવને જોખમમાં મૂકી આ માર્ગ બનાવાયો હોવાની પણ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો