પ્રજામાં આનંદ:કવાંટના મુખ્ય માર્ગમાં આવતી ગલી તંત્રે ખોલી

કવાંટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગલીનો પ્રથમ ગેટ અને પાઇપો કાઢી નાખી ગલી ખુલ્લી કરાઇ. - Divya Bhaskar
ગલીનો પ્રથમ ગેટ અને પાઇપો કાઢી નાખી ગલી ખુલ્લી કરાઇ.
  • ગલીમાં દરવાજો બનાવવાના સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકાર પર 4 જણાએ હુમલો કર્યો હતો

કવાંટ નગરમાં તારીખ 4ના રોજ રાહદારીઓને અવર-જવરની ગલીમાં દરવાજો બનાવી દેતા આ સમાચારને પ્રસારિત કરાતા સમાચાર પ્રસારિત કરનાર પત્રકાર ઉપર 4 જેટલા ઈસમોએ નગરના મુખ્ય માર્ગ ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાદ કવાંટ ગ્રામ પંચાયતે તે દરવાજો તા. 4ના રોજ કાઢી નાખ્યો હતો, જેનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો.

જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ ગલીમાં થયેલ દબાણ સંપૂર્ણ કાઢી નાખ્યું છે તેમ કહેતા ગ્રામ પંચાયત દ્વારા પાઇપો લાગેલ છે તેમ કહેતા તાલુકા વિકાસ અધિકારીએ પાઇપો પણ કાઢી રિપોર્ટ કરવા જણાવ્યું તે અંતર્ગત તે પાઇપો પણ ગલીમાંથી ગ્રામ પંચાયત દ્વારા કાઢી નાખી તાલુકા પંચાયતમાં રિપોર્ટ કર્યો હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

ફરિયાદ સંદર્ભે પોલીસે 4 ઈસમો અને અન્ય છોડવા પડનાર પતિ-પત્નીને મારનાર બે મહિલાઓને પણ જામીન ઉપર છોડાયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે રાહદારીઓની અવર જવર માટેની ગલી ખુલ્લી થતાં નગરની પ્રજામાં આનંદની પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...