તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેળસેળ:ધનીવાડાની સસ્તા અનાજની દુકાનમાં ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાની શંકા

કવાંટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધનીવાડામાં આવેલી રેશનિંગની દુકાનમા પ્લાસ્ટિક જેવા દાણા જોવા મળ્યા હતા. - Divya Bhaskar
ધનીવાડામાં આવેલી રેશનિંગની દુકાનમા પ્લાસ્ટિક જેવા દાણા જોવા મળ્યા હતા.
  • ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો ફોટો વાઇરલ થતાં પ્રજામાં ઉત્સુકતા
  • ચોખામાં પ્રોટિન માટે ફોર્ટિફાઈડ ચોખા મિક્સ કર્યા હોવાનું જિલ્લા અધિકારીએ જણાવ્યું

કવાંટ તાલુકામાં હાલમાં શ્રી પંડિત દિન દયાલ ની સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ થઇ રહ્યું છે. આ શ્રી પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં ધનીવાડા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમાં વેચવામાં આવતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર તાલુકાની પ્રજામાં કૌતુક જોવા મળ્યો હતો. જ્યારે આ સંદર્ભે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી ત્યારે ત્યાં ઉભેલ એક ભાઈ આ ચોખાના દાણા અલગ કાઢીને દુકાને લઈને આવ્યા હતા અને તેઓએ કહ્યું કે આ ચોખા બનાવીએ છીએ ત્યારે આ દાણો એવોને એવો રહે છે. જ્યારે આ સંદર્ભે તાલુકા પુરવઠા અધિકારીને આ ચોખાના દાણા બતાવ્યા અને તેઓએ જિલ્લા કક્ષાએ પૂછતાં તેઓને જિલ્લાના અધિકારી દ્વારા આ ચોખામા પ્રોટીન માટે ફોરટીફાઇડ નામના ચોખા હોવાનું જણાવ્યું હતું.

તેમાં એક બોરીમા એકથી બે કિલો જેટલા મિક્સ કરવામા આવ્યા છે. છતાં તેઓ પોતે પણ એક સસ્તા અનાજની દુકાનમાંથી ચોખા મંગાવી ઘરે બનાવીને જોવાની તત્પરતા બતાવી હતી. પણ હવે જોવું એ રહ્યું કે, તાલુકા પુરવઠા અધિકારીને આવતી કાલે શુ અનુભવ થાય છે. જ્યારે આ દાણો ચાવવામા પણ ભારે તકલીફ થાય છે. તેથી તાલુકાની સસ્તા અનાજની દુકાનોમા અનાજ લેવા જનાર વ્યક્તિઓ ચોખા કેવા છે તેની ખાત્રી કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...