તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:ફાળવેલ જગ્યાને છોડીને કવાંટના પશુ દવાખાનામાં 3 એમ્બ્યુલન્સ દેખાતાં અચરજ

કવાંટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કવાંટ પશુ દવાખાનામા સાંજે 5 વાગ્યે તાલુકાની ત્રણ પશુ એમ્બ્યુલન્સ ઉભી રહી હતી. - Divya Bhaskar
કવાંટ પશુ દવાખાનામા સાંજે 5 વાગ્યે તાલુકાની ત્રણ પશુ એમ્બ્યુલન્સ ઉભી રહી હતી.
 • કવાંટ તાલુકામાં સરકારની યોજનાઓ ફારસરૂપ બની રહી છે
 • એમ્બ્યુલન્સના કર્મીઓ ફરજમાં ઉણાં ઉતરતાં લોકોમાં રોષ

કવાંટ તાલુકામાં તંત્ર દ્વારા ફરતા પશુ દવાખાનાઓ માટે ચાર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે સવારના 7-00થી સાંજના 7-00 કલાક સુધી તેઓને સોપેલા વિસ્તારમાં ફરજ બજાવવાની હોય છે. પરંતુ તા. 2 ફેબ્રુઆરી, મંગળવારે સાંજે 5-00 કલાકે કવાંટ તાલુકા પંચાયતની બાજુમાં આવેલા પશુ દવાખાનામાં નવાલજા, બૈડીયા, મોટી ચીખલીની ત્રણ એમ્બ્યુલન્સ એક સાથે ઉભેલી જોઈ પ્રજામાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

તેઓના વી. સી. નિલેશભાઈ પટેલ સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ સવારના 7-00થી સાંજના 7-00 કલાક સુધી ફરજ બજાવવાની હોય છે. પોતાની ફરજ પરનું કામ છોડી તેઓ આવી રીતે કવાંટમાં ન આવી શકે. સરકાર દ્વારા પછાત તાલુકા અને ગામોના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પરંતુ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની કર્તવ્યનિષ્ઠ રીતે ફરજ બજાવતા ના હોય જેનાથી અંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવામાં આવતી સુવિધાઓ પહોંચતી નથી. અને અપૂરતી સુવિધાઓને લઈને યોગ્ય સમયે ન મળતી સારવારને લઈને ગરીબ આદિવાસી પ્રજાને પોતાના છોકરા સમાન પશુઓ ગુમાવવાનો વારો આવી શકે છે. આવા બે જવાબદારી કર્મચારીઓ પર તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી આશ પ્રજા ઝંખી રહી છે. આમ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચી અપાતી સેવાઓ કવાંટ તાલુકામાં ફારસ રૂપ સાબિત થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો