ટેમ્પરેચરની તપાસ:કવાંટની વિવિધ ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગની કામગીરી કરાઈ

કવાંટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવરજવર કરતા લોકોના નામ, મોબાઈલ નંબર તેમજ ટેમ્પરેચરની તપાસ કરાઈ

દેશમાં કોરોનાની ત્રીજી લેહરનો પ્રારંભ થઇ ગયો છે અને કોરોનાના કેસો પણ દિવસે દિવસે ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી કોરોનાનો એકપણ કેસ છોટાઉદેપુરમાં નોંધાયો ન હતો. પણ છેલ્લા ચાર દિવસથી જિલ્લાના બોડેલી, છોટાઉદેપુર, પાવીજેતપુર તેમજ અન્ય ગામોમાં કોરોના કેસ નોંધવા પામ્યા છે.

ત્યારે સાવચેતીના પગલાં રૂપે છોટાઉદેપુર કલેક્ટરની સૂચના અનુસાર શુક્રવારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કવાંટ તાલુકા પ્રવેશ પોઈન્ટ ડોન બોસ્કો ચોકડી, રેનધા ચેકપોસ્ટ, વખતગઢ પર બહાર ગામથી આવતા તેમજ સ્થાનિક ગામોના લોકોની સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ અવરજવર કરતા લોકોનું નામ , મોબાઈલ નંબર તેમજ ટેમ્પરેચરની તપાસ કરી નોંધ કરવામાં આવી છે. તેમજ માસ્કનું વિતરણ પણ કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...