બોડેલી તાલુકામા આવે નાના અમાદરા, મોટા અમાદરા, સળધરી આ ગામોમાંથી પસાર થતી ઉચ્છ નદીમાં ડિસિલટિંગના બહાના હેઠળ રેતી ખનનની કામગીરી ચાલી રહી છે.આ કામગીરી ખરેખર ચેક ડેમની પાસે આવેલા 500 મિટર સુધીમા ડિસિલટિંગ થાય તે પ્રજા માટે હિતકારી છે. પરંતુ આ ડિસિલટિંગના બહાના હેઠળ 2થી 2.5 કિલોમીટર દૂર કે જ્યાં રેતી છે. ત્યાં આ કામગીરી કરવામા આવતા આસપાસના ગ્રામજનો રોષ જોવા મળ્યો છે અને શુક્રવારે સવારે ઉચ્છ નદી ઉપર જઈને રેતી ખનન અટકાવી બંધ કરાવવામા આવ્યું છે.
ચેકડેમ રીપેર થયા બાદ ડિસિલટિંગની કામગીરી કરવી જોઈએ
મોટા અમાદરા ખાતે બાબા આદમના જમનાનો જર્જરિત ચેકડેમ બનેલો છે. જેમાં પાણી સંગ્રહ થાય તેવી કોઈ સ્થિતિ જોવા મળતી નથી. ખરેખર આ ચેકડેમ પહેલા રીપેર થાય ત્યારે બાદ ડિસિલટિંગની કામગીરી કરવી જોઈએ. તેના સ્થાને ખોટી રીતે રેતી ખનન કરવાના ઇરાદે સુજલામ સુફલામ યોજનાનો દૂર ઉપયોગ કરવામા આવી રહ્યો છે.
લીઝની આસપાસ નજીકમાં વજન કાંટો ન હોવાનું જાણવા મળ્યું
નાના અમાદરા ખાતે ચાલતી રેતી લીઝની રોયલ્ટીમા વજન કાંટો શ્રી મહાલક્ષ્મી વેઇટ બ્રિજ કેવડિયાનું નામ લખેલ છે. જ્યારે આ લીઝની આસપાસ કોઈ પણ નજીક વજન કાંટો ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ બાબતે ખાનખનિજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી એન. એ. પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે લીઝની નજીક વજન કાંટો હોવો જોઈએ. પરંતુ તેઓને અમોએ વજન કાંટો કેવડિયા લખેલની જાણ કરતા તેઓએ હું તપાસ કરું છું તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.