હડતાળની અસર:કવાંટની મામલતદાર કચેરીમાં દાખલા-નકલો લેવા ધસારો

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હડતાલના પગલે જનસેવા કેન્દ્ર ખાતે દાખલા અને નકલો કઢાવવા માટે પ્રજા ઉમટી પડી હતી. - Divya Bhaskar
હડતાલના પગલે જનસેવા કેન્દ્ર ખાતે દાખલા અને નકલો કઢાવવા માટે પ્રજા ઉમટી પડી હતી.
  • ગ્રામ પંચાયતના કોમ્પ્યૂટર ઓપરેટરોની હડતાળને લઈ કચેરીમાં જામતી ભીડ
  • ધરમધક્કા થવાથી સમય સાથે નાણાંનો પણ વ્યય થતા આદિવાસીઓમાં વ્યાપેલો રોષ

કવાંટ તાલુકાની 54 જેટલી ગ્રામ પંચાયતના ઇ- ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતન તેમજ કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક આપવા અને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવાને લઈને કવાંટ તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરોના (વી.સી ઇ) મંડળ દ્વારા કવાંટ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી હડતાલ પાડેલ છે.

આજદિન સુધી તેઓની પડતર માંગણીઓ સંતોષાવા પામી નથી. તેથી કવાંટ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમા નકલ કાઢવાનું અને દાખલા કાઢવાનું કામ આ વી સી ઇ કરતા હતા. પરંતુ વી સી ઇની હડતાલના પગલે તાલુકાના દૂર દૂર અંતરિયાળ ગામોમા વસતી પ્રજા હાલ દાખલાઓ અને નકલો કઢાવવા મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે પ્રજા ઉમટી પડે છે. જેથી આદિવાસીઓનો સમય સાથે નાણાંનો પણ વ્યય થતો હોય તેમ જોવા અને જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...