તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનિયમિત શિક્ષકો:કવાંટની બુંજર પ્રાથમિક શાળામાં શિક્ષકો સમયસર આવતા ન હોવાની રાવ

કવાંટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બૂંજર પ્રાથમિક શાળામા 11 કલાકે પણ ખંભાતી તાળા હતા. - Divya Bhaskar
બૂંજર પ્રાથમિક શાળામા 11 કલાકે પણ ખંભાતી તાળા હતા.
 • 4 શિક્ષકોમાંથી 1 શિક્ષક દોઢ કલાક મોડા આવ્યા
 • બાકીના ત્રણ શિક્ષકો શાળામાં જોવા મળ્યા ન હતા

ગુજરાત રાજ્યના સૌથી પછાત તાલુકામાં જેની ગણના થાય છે. તેવા કવાંટ તાલુકાના અંતરિયાળ ગામોની કેટલીક શાળામાં શિક્ષકો અનિયમિત હોવાનુ જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર શિક્ષણ કાર્ય માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને હજારો રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જેથી પછાત એવા વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધરે અને ભણી ગણી સમાજના મુખ્ય પ્રવાહ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકે. પરંતુ કેટલાક અનિયમિત શિક્ષકો દ્વારા પોતાના કર્તવ્યનું પાલન ન કરાતા તાલુકાની શિક્ષણનું સ્તર ઘણું જ નીચું જોવા મળે છે.

કવાંટ તાલુકાના બુંજર પ્રાથમિક શાળામાં ધો 1થી 5 સુધીની શાળામા 4 શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય ચલાવવામાં આવે છે. પરંતુ આજરોજ એક પણ શિક્ષક શાળા શરૂ થયે સમયસર હાજર ન હતા. જેમાં ચાર શિક્ષકોમાંથી એક શિક્ષક પટેલ જયશ્રીબેન અમરતભાઈ 10-30 વાગ્યાના સ્થાને 11 કલાકે આવ્યા. જ્યારે અન્ય 3 પટેલ નીલમબેન છોટુભાઈ, ગરાસિયા વૈશાલીબેન, મોહનભાઇ રયજીભાઈ રાઠવા જોવા મળ્યા ન હતા.

અંતરિયાળ ગામડાઓમાં વારંવાર આવી રીતના શિક્ષકો ગુલ્લેબાજો પકડાઈ છે. જેમાં હાલમાં કેન્દ્ર સરકાર ભાજપની છે. રાજ્ય સરકાર ભાજપની છે અને હાલમાં કવાંટ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેવા સમયમાં આવા ગુલ્લેબાજ શિક્ષકો માટે હવે તાલુકા પંચાયતના હોદ્દેદારો શુ નિર્ણયલેશે તે જોવાનુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો