રજૂઆત:પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, મોંઘવારી બાબતે કવાંટ મામલતદારને આવેદન

કવાંટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કવાંટ મામલતદારને મોંઘવારી સંદર્ભે આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
કવાંટ મામલતદારને મોંઘવારી સંદર્ભે આવેદન આપ્યું હતું.
  • તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય પગલા લેવા રજૂઆત કરાઈ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વસવાટ કરતા આકાશી ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડુતો તથા આદિવાસી પ્રજા દ્વારા વિનંતી કરવામા આવી છે. ભારત દેશમાં ભારત સરકારનો પેટ્રોલ ડીઝલ અને તેની ગૌણ પેદાશના ભાવો ઉપર નિયંત્રણ નહીં હોવાને કારણે સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો રોજબરોજ વધતા જાય છે. જેને કેન્દ્રની ભાજપા સરકાર લગામ મારી શકતી નથી. વહીવટમાં નિષ્ફળ ગયેલી સરકાર મોંઘવારીને ડામવા કોઈ નક્કર પગલા લેવાને બદલે આંતરરાષ્ટ્રીય બજારના ભાવોના બહાના હેઠળ ડીઝલ પેટ્રોલના ભાવને અંકુશમાં રાખતી નથી.

ડીઝલ પેટ્રોલના ભાવ ઉપર 18% જેટલો ટેક્સ લઈને પ્રજાના પૈસા ખંખેરવાનું કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુ સીંગતેલ, અનાજ વિગેરના ભાવો આસમાને છે. જયારે ખેડૂતોને કાચામાલના પોષણક્ષમ ભાવો મળતા નથી. સરકારના ભાવો વધારવા અંગેનું ગણિત સમજાતું નથી. ખેડૂતોને ખેત વપરાશ માટે ડીઝલથી ચાલતા વાહનો ટ્રેક્ટર, ઓઇલ એજિંન, પંપ સેટ, થ્રેસર વગેરેમાં રોજબરોજ ડીઝલની જરૂર પડે છે. નાનો ખેડુત અને મધ્યમવર્ગ તથા ગરીબ પ્રજાને ડીઝલ પેટ્રોલના ભાવ ખુજ જ આર્થિક રીતે નડે છે.

જે સંદર્ભે કવાંટ તાલુકાના આદિવાસીઓ તથા કોંગ્રેસના પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખ રણછોડભાઈ વણકર તેમજ કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ જીવન જરૂરી વસ્તુના ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે શુક્રવારે કવાંટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...