યોજનાની ચકાસણી:કવાંટ તાલુકામાં ‘નલ સે જલ’ યોજના ફારસ રૂપ સાબિત થઈ, લાખોના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી

કવાંટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કવાંટ તાલુકામાં  વાસ્મો અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ચકાસણી કરવા કારોબારી અધ્યક્ષ પહોંચ્યા હતા. - Divya Bhaskar
કવાંટ તાલુકામાં વાસ્મો અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાની ચકાસણી કરવા કારોબારી અધ્યક્ષ પહોંચ્યા હતા.
  • ગોઝારીયામાં કામના નામે વેઠ ઉતારવામાં આવી રહી હોવાનો આક્ષેપ
  • કવાંટ તાલુકાના 132 જેટલા ગામોમાં નલ સે જલ યોજના ચાલી રહી છે

કવાંટ તાલુકામાં વાસ્મો અંતર્ગત “નલ સે જલ’ યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ઘરે ઘરે પાણી પહોચાડવા માટે લાખોના ખર્ચે યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દરેક નાગરિકને શુદ્ધ પીવા લાયક પાણી ઘરે જ મળી રહે અને પાણી માટે રઝળપાટ ના કરવી પડે તે માટે યોજના અમલમાં મુકવામાં આવી છે. કવાંટ તાલુકાના 132 જેટલા ગામોમાં નલ સે જલ યોજના ચાલી રહી છે, કવાંટ તાલુકાના ગોજારીયા ગામે 49 લાખના ખર્ચે નલ સે જલ યોજનાની પાઇપ લાઈનનું કામ કરવામા આવ્યું છે.

ઘરે ઘરે પાઈપ લાઈન દ્વારા નળથી પાણી પહોચાડવાની યોજના છે. જેમાં કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગતથી આ યોજનાનું આડેધડ કામ કરતા ગ્રામજનોએ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઇ રાઠવાને ફરિયાદ કરી હતી. જે ફરિયાદને લઈને ગોજારીયા ગામે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

જેમાં મેઈન લાઈન 3 ફુટ કે આશરે એક મીટર જમીનની નીચે લાઈન દબાવવાની હોય છે અને સબ લાઈન 1.5 ફુટ ખોદીને દાબવાની હોય છે. પરંતુ તેના સ્થાને મેઈન લાઈન ફકત જમીનથી 9 ઇંચ જેટલા ખાડા ખોદીને દબાવવામાં આવી હતી. અને સબ લાઈન 4 ઇંચ જેટલી દબાયેલી જોવા મળી હતી.

આ પાણીની પાઇપ લાઈન પરથી સ્થાનિક લોકોની અવરજવર થતી હોય અને નજીવા ઊંડા ખાડા ખોદી પાઇપ દબાવી હોવાને કારણે પાણીની પાઇપને નુકશાન થવાની ભીતિ છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઈ રાઠવાને આ બાબતે જાણ કરી હતી. જે સંદર્ભે તેઓએ ગોજારીયા ગામે સ્થળ પર મુલાકાત લેતા સ્થળ પર માત્ર 9 ઇંચ અને અમુક સ્થળ પર નામ પુરતા જેટલા ખાડા ખોદી પાઇપને દબાવવામાં આવી હતી.

જ્યારે ઘરે ઘરે સ્ટેમ્પ પોસ્ટ ઉભા કરીને પાઈપ વળે નળ મુકીને પાણી પહોચાડવાની યોજના હોઇ જેમાં બનાવવામાં આવેલ સ્ટેમ્પ પોસ્ટ પણ એકદમ તકલાદી હોવાથી તેને હાથ લગાડતા તૂટી ગયા હતા. આવી ગુણવત્તા વગરના કામ પાછળ કરોડો રૂપિયાની યોજનાઓ ફારસ રૂપ સાબિત થવા પામી છે. કવાંટ તાલુકાના અન્ય ગામોમાં પણ આજ પ્રકારની સ્થિતિ છે. આગામી દિવસોમાં કારોબારી અધ્યક્ષ ગોજારીયા ગામના ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરની રૂબરૂ મુલાકાત લેવાનું કહ્યું હતું.

કોન્ટ્રાક્ટ-અધિકારીઓની મિલીભગતથી છેવાળાના માનવીને લાભ મળતા નથી
અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી પ્રજાને ​​​​​​​ઘરે ઘરે પાણી મળી રહે તે માટે આવી કરોડો રૂપિયાની યોજનાઓ આપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગતને લઈને છેવાળાના માનવીને જે લાભ મળવા જોઈએ તે મળતા નથી અને આખરે આખી યોજનાઓ ફારસ રૂપ સાબિત થાય છે. - પિન્ટુભાઇ રાઠવા, કારોબારી અધ્યક્ષ

અન્ય સમાચારો પણ છે...