કપિરાજ આખરે પાંજરે:કવાંટ નગરમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયો

કવાંટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 4-5 મહિનાથી એક કપિરાજ દ્વારા ભારે ઉપદ્રવ મચાવ્યો હતો
  • આરએફઓની ટીમ દ્વારા ડાર્ટગન દ્વારા બેભાન કરી પાંજરે પુરાયો

કવાંટ વન વિભાગ દ્વારા કવાંટ નગરના સૈડીવાસણ ચોકડી પાસે આવેલ એક મકાનની છત પર બેઠેલા કપિરાજને વન વિભાગ કર્મચારી વનરાજ સિંહ દ્વારા ડાર્ટગન ઇન્જેક્શન મારી તેને બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. કપિરાજ દ્વારા કવાંટમાં ઘણા વેપારીઓને નુકશાન થયું છે. રાહદારીઓને બચકા તેમજ નહોર મારીને ઇજાઓ પહોંચાડી છે.

ઘર પાસે પાર્ક કરેલ ગાડીઓને ધક્કો મારી નીચે પાડી તેમજ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેંચતા પથારાવાળાઓનું શાકભાજી ખાઈ જઈને નુકશાન કરતા આ કપિરાજના ઉપદ્રવને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કપિરાજના અતિશય વધેલા ઉપદ્રવને લઈને વારંવારની ફરિયાદોને ધ્યાનમાં લઈને આર.એફ.ઓ શાખા દ્વારા પાંજરે પુરવામાં આવ્યો હતો અને જેને કવાંટથી દુર પ્રાકૃતિક આવાસમાં છોડી મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...