તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કડીપાણી પ્રા. શાળાના શિક્ષકોએ શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી

કવાંટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 શિક્ષકોએ ધોરણ 1થી 8ના 160 વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી
  • બાળકોને પુસ્તકો ઘરે ઘરે વિતરણ કરી કોરોનાની ગાઈડ લાઈન મુજબ શેરી શિક્ષણ શરૂ કર્યું

કવાંટ તાલુકાના છેવાડે આવેલ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. કવાંટ તાલુકાના છેવાડે આવેલ કડીપાણી પ્રાથમિક શાળાના 6 શિક્ષકો દ્વારા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ શાળામાં શેરી શિક્ષણ 4 જગ્યાએ ઘાટા ફળિયુ, માથામહુડી ફળિયુ,મંદિર ફળિયુ, નિશાળ ફળિયુ આમ કુલ 4 સ્થળો પર ધોરણ 1થી 8ના 160 જેટલા વિદ્યાર્થીઓને શેરી શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે શિક્ષણ આપવામાં આવે છે.

કવાંટ તાલુકો ગુજરાત રાજ્યના છેવાડે આવેલો છે. જેના શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાઈરસની મહામારીને લઈને શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર થાય છે. હાલમાં શિક્ષણ માટે નવું સત્ર શરૂ થયું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના અને ડુંગરાળ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક મળતું નથી જેથી તેઓ ભણી શકતા નથી અને આ વિસ્તારમાં મોટાભાગના લોકો મજૂરી કરી અને આકાશી ખેતી પર નભતા હોવાથી તેઓને મોબાઈલ ખર્ચ તેમજ તેનો રિચાર્જનો ખર્ચ નિભાવી શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. જેને લઈને વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે કવાંટ તાલુકાના કડીપાણી પ્રાથમિક શાળાના 6 શિક્ષકો દ્વારા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને કોરોના મહામારીને લઈને બાળકોને પુસ્તકો ઘરે ઘરે વિતરણ કરી કોરોનાની ગાઈડ લાઈન મુજબ શેરી શિક્ષણ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...