બેદરકાર તંત્ર:નવીન પુલ માટે ખાતમુહૂર્ત કરાયાને મહિના થયા છતાં જૂનો પુલ યથાવત

કવાંટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કવાંટની કરા નદી પરના જૂના પુલનું નવરાત્રીમાં ડીમોલિશન કરવાનું હતુંં
  • પુલના થાંભલાને ભૂતકાળમાં નદીમાં અતિભારે પૂરથી નુકસાન થયું હતું
  • નવીન પુલની કામગીરી શરૂ ન થતાં વેપારીઓ મૂંઝવણમાં મૂકાયા છે

કવાંટ નગરના રોજગાર ધંધા માટે જીવાદોરી સમાન કરા નદી ઉપર આવેલ પુલના થાંભલાને ભૂતકાળમાં નદીમાં અતિભારે પૂરથી નુકસાન થયું હતું જેને લઈને પુલનો એક ભાગ બેસી ગયો હતો અને તેના પીલ્લરોને ભારે નુકસાન થતાં આ પુલને બંધ કરી દેતા કવાંટ નગરના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ અંગે કવાંટ વેપારી મહાજન મંડળ અને નગરજનો તેમજ પાવીજેતપુર ધારાસભ્યની ઘણા વર્ષોની રજૂઆત માગણીને લઈને નવો પુલ મંજૂર કરવામાં આવ્યો હતો.

કવાંટ નગરના 100 વર્ષ જૂના પુલના સ્થાને રૂ.10.50 કરોડના માતબર રકમનો નવો પુલ કેન્દ્રના ગૃહપ્રધાનના હસ્તે ઇ ખાતમુહૂર્ત તેમજ છોટાઉદેપુર સાંસદના હસ્તે કરા નદીના પટમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેને લઈને કવાંટ નગરનો જર્જરિત પુલ નવો બનવાની કામગીરી હાથ ધરાતા વર્ષોથી રાહ જોતા કવાંટ નગરની પ્રજા તેમજ વેપારી વર્ગની આતુરતાનો અંત આવ્યો હતો. પરંતુ આ નવા પુલનું કામ પ્રથમ નવરાત્રીના દિવસે જૂના પુલનું ડીમોલેશન કરવાનું હતુંં જે હજુ સુધી તેનું કામ ચાલુ કરવામા આવ્યું નથી. હવે થોડા દિવસો બાદ દિવાળી પણ આવી રહી છે છતાં પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

કવાંટની પ્રજા તેમજ વેપારી વર્ગ ક્યારનો રાહ જોઈ બેસી રહ્યો છે કે ક્યારથી નવા પુલની કામગીરી શરૂ થશે અને ફરી પાછા ધંધા રોજગાર પુનઃ ફરી ચાલુ થાય તેવી આશાએ કરોડો રૂપિયાનું આંધણ કરી દુકાનો તેમજ નવો દિવાળીનો માલસામાન ખરીદીને બેઠા વેપારી વર્ગ રાહ જોઈને બેઠો છે. નવીન પુલની કામગીરી શરૂ ન થતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. આમ પણ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈને ધંધા રોજગાર પડી ભાગ્યા છે. તેવામાં નવીન પુલની કામગીરી સમયસર શરૂ ન કરતા કવાંટ નગર અન્ય તાલુકાના ગામોથી વિખૂટું પડી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...