કાર્યક્રમ:ટીબીના લક્ષણો, જરૂરી તપાસ, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામલીમાં ક્ષય રોગ અંગેની જાણકારીનો કાર્યક્રમ યોજાયો

કવાંટ તાલુકાના જામલી ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે ટીબી રોગ વિશે સમુદાયમાં જાગૃતિ આવે તે હેતુસર ટીબી જન આંદોલનના ભાગરૂપે બુધવારે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ટીબી રોગના લક્ષણો, જરુરી તપાસ નિદાન અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અત્રે ઉપસ્થિત રહેલ જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણે ટીબી રોગના લક્ષણો તથા નિદાન અને સારવાર તથા ટીબીના દર્દીઓને સરકાર દ્વારા મળતી સારવાર તેમજ પૌષ્ટિક આહાર માટે મળતી સહાય વગેરેની માહિતી ઉપરાંત ટીબી રોગ કઇ રીતે થાય છે. અને તેનો ફેલાવો કઇ રીતે થાય છે. જેના ફેલાવા ના અટકાયતી ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કવાંટ તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત વણકર, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તથા કવાંટ તાલુકાના ટીબી સુપરવાઈઝરો રફીકભાઈ સોની તથા અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સરકારી વિનયન કોલેજના સિનિયર પ્રોફેસર વિપીન રાઠવા તથા પ્રોફેસર મુકેશભાઈ રાઠવા તથા 180થી વધુ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...