તકેદારી:કવાંટમાં કલેક્ટર દ્વારા 100 ટકા મતદાનનું આહવાન કરવામાં આવ્યું

કવાંટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા બેલેટ નંબર ખબર ન પડે તેની તકેદારી પણ રાખવામાં આવે છે

કવાંટ નગરમાં મતદાન કરવા માટે અટવાતા મતદારો. છેલ્લા કેટલાય વર્ષોથી કવાંટ નગરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય છે. જેમાં નગરના મોટા ભાગના મતદારોનો ઈચ્છતા હોય તેવા ઉમેદવારોને લોભ-લાલચ કે પછી તમે કોણે મત આપો છો તે અમને ખબર પડે છે તેથી ભૂતકાળમાં બૂથમાં બેસાડવામાં આવતા ઉમેદવારના એજન્ટો દ્વારા મત નાખવા જતા મતદારોના બેલેટના અનુક્રમ નંબરની નોંધ કરવામાં આવે છે. જ્યારે બેલેટ પેપરથી થતા મતદાનને લઈને ગણતરીના દિવસે પેટીમાંથી કાઢેલ અલગ અલગ ઉમેદવારોના બેલેટ પેપર અલગ કરતા હોય છે.

તે દરમિયાન પોતે ચાલાક કે ચતુર છે તેવી હોશિયારીથી મતદાતાઓના બેલેટ નંબર જોઈ લઈ જેઓએ તેઓને મત નથી આપ્યો તેઓ સાથે વેર રાખવામાં આવે છે. જ્યારે તંત્ર દ્વારા બેલેટ નંબર ખબર ન પડે તેની તકેદારી પણ રાખવામાં આવે છે. છતાં આવા ચાલાક ચતુર ઉમેદવાર જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતાઓના મત ધાક ધમકીથી લે છે. તેઓ જીત્યા બાદ ગામમાં કે વોર્ડમાં કોઈ વિકાસનું કામ કેમ નથી કરતા આવી ચર્ચાઓ આજે થઈ હતી.

એક જૂથ થયેલ ગ્રામજનોની ચર્ચા સાંભળવા મળી રહી છે. જ્યારે હાલની ચૂંટણીમાં નવું તરખટ ઉભું કરવામાં આવ્યું કે મતદારે પોતાના મોબાઈલમાં કોને મત આપ્યો જેનો ફોટો પાડીને લાવવો જેની જાણ નગરના મતદારો દ્વારા સરપંચ પદના ઉમેદવારને કરતા આજરોજ તેઓ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મામલતદાર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું. આ વખતની ચૂંટણીમાં મતદારો મતદાન કરવા તૈયાર થાય છે પરંતુ જો મતદાર કોરા બેલેટ પેટીમાં નાખી દે તેની ભીતિ કેટલાક ઉમેદવારોને સતાવી રહી છે.

નગરની પ્રજાનો વિકાસ જંખી રહી પરંતુ મતદારો દ્વારા અવાર નવાર અપાતી ધાક ધમકીઓને લઈ મતદાનમાં નિરશતા જોવા મળે તેમ ઉમેદવારોને લાગી રહ્યું છે. જ્યારે જિલ્લાના સમહર્તા દ્વારા 100 ટકા મતદાનની વાતને લઈ જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ નગરની પ્રજા અને ઉમેદવારમાં વિવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે તેથી 100 ટકા મતદાન થાય તેમ ઈચ્છી રહ્યા છે અને તો જ સાચી લોકશાહી પર્વની ઉજવણી થઈ કહેવાય.

રામપુરા વોર્ડ નં.2ની ચૂંટણી એક ઉમેદવારના અવસાનને કારણે મોકૂફ
સંખેડા | સંખેડા તાલુકાની રામપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-2 ચૂંટણી મોકૂફ રખાઇ છે. વોર્ડ નંબર-2ના ઉમેદવાર નાગજીભાઈ વિઠ્ઠલભાઈ તડવીનું અવસાન થવાને કારણે અત્રે આ બોર્ડની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાનું ચૂંટણી અધિકારી જીજ્ઞાશાબહેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...