તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કવાંટ તાલુકામાં માનવજીવન સાથે ચેડાં કરતા ઝોલા છાપ ડોક્ટરોની બોલબાલા

કવાંટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર સહિત રાજ્યમાંથી 53 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા છે
  • તાલુકાના આગેવાનોના આશીર્વાદથી ધૂમ સ્ટાઇલમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે

ગુજરાત રાજ્યભરમાંથી ડીજીપીના આદેશ અને તપાસ કરાવતા છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાંથી 53 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા છે. તેવા સમયે કવાંટ તાલુકામાં પણ આવા બોગસ ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો કેટલાક મહાનુભાવોના ઇશારે હજુ પણ કોરોના મહામારીમાં પ્રેક્ટિસ કરતા હોવાની તાલુકાની જાગૃત પ્રજામાં ચર્ચાઓ સાંભળવા મળી છે.

કવાંટ તાલુકામાં કેટલાક બહારથી અન્ય રાજ્યોમાંથી આવી તાલુકાના અંતરિયાળ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે ડોક્ટરી લાયકાત ન ધરાવનાર ઝોલા છાપ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી છે. આવા લેભાગુ ડોક્ટરોને પકડવા માટે હાલમાં ડીજીપી દ્વારા શોધવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે તેવા સમયે ભૂતકાળમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગીતાબેન રાઠવાએ ઝોઝ અને અન્ય ગામોમાંથી 3 બોગસ ડોક્ટરોને પકડ્યા હતા. પણ કાયદાની આટીઘૂંટીથી આવા ડોક્ટરો છૂટી જાય છે અને હાલમાં પણ આવા બોગસ લેભાગુ ડોક્ટરો પકડાવા પામ્યા છે.

કવાંટ તાલુકામાંના વિસ્તારોમાં પણ આવા ડોક્ટરો બિન્દાસ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આવા ઝોલા છાપ ડોક્ટરોની કવાંટ તાલુકા ડુંગરાળ અંતરિયાળ ગામોમાં પણ તપાસ થાય તે જરૂરી બન્યું હોય તેવી ઉગ્ર માગ તાલુકાની જાગૃત પ્રજાજનોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...