કામગીરી:કનલવા તેમજ સિંહાદામાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ટીબીના 12 શંકાસ્પદ દર્દીઓ મળ્યા

પાનવડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગ નાબૂદી માટે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં ટીબી રોગ નાબૂદી માટે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
  • જિલ્લા ક્ષય અધિકારીની સૂચના અંતર્ગત ‘2022માં ટીબી મુક્ત ગુજરાત’ની ઝુંબેશ હાથ ધરાઈ છે
  • જિલ્લામાં ટીબીના શંકાસ્પદ લક્ષણોવાળા દર્દીઓને શોધવા કામગીરી કરાઈ

ટીબી રોગ નાબૂદી માટે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢવા માટે જિલ્લા ક્ષય અધિકારીની સૂચના અંતર્ગત ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.ગુજરાત સરકાર દ્વારા 2022માં ટીબી મૂક્ત ગુજરાતની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

ત્યારે સમૂદાયમાંથી ટીબી રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલી તકે ઓળખી કાઢીને યોગ્ય તપાસ અને સારવાર કરાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત વણકરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનલવાના ગામ સિહાદા તથા ગામ કનલવામાં ટીબી રોગના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને વહેલી તકે શોધી કાઢીને કોમ્યુનિટીમાં ટીબી રોગનુ સંક્રમણ અટકાવવા અને ટીબી રોગની નાબૂદી માટે સર્વેલંસ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલી ટીમો બનાવીને સિહાદા તથા કનલવા ગામમાં ઘરે ઘરે ફરીને ટીબી રોગ ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ શોધવા માટે સર્વેલંસ હાથ ધરાયું હતું.

અને જે શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિને બે ગળફાની તપાસ કરાવવા અને જો ટીબી રોગ જણાય તો સરકારની માર્ગદર્શીકા મુજબ સારવાર કરાવવા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન 12થી વધુ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ શોધવામા આવ્યા હતા. તેમજ ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર શંકાસ્પદ લક્ષણો, તથા નિદાન અને સારવાર વિશે ગ્રામજનોને વિ‌સ્ત્રુત જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...