રોજમદારના પેટમા તેલ રેડાયું:કવાંટના વિશ્રામ ગૃહમાં માર્ગ મકાન વિભાગના રોજમદાર દ્વારા કનડગત

કવાંટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્રામ ગૃહની નિભાવણી માટે લાખોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે
  • રોજમદાર કર્મચારી અધિકારી હોય તેમ કોન્ટ્રાક્ટના માણસો પર રોફ ઝાડે છે

છોટાઉદેપુર જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા તાલુકા મથકો ઉપર વિશ્રામ ગૃહ (રેસ્ટ હાઉસ) બનાવવામા આવ્યા છે. જે વિશ્રામ ગૃહમા સરકારી અધિકારીઓ તાલુકામા આવે ત્યારે તેઓને એક-બે દિવસ રહેવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામા આવે છે. જ્યારે રોજમદાર દ્વારા તેઓ કોઈ ફાયદા માટે કે શા માટે આવતા કર્મચારીઓને મહિનાઓ સુધી રાખે છે. હાલમા પ્રોબેશનમા તાલુકામા આવેલા ત્રણ ડોકટરો પોતાનું રહેણાંક બનાવીને વિશ્રામ ગૃહમા રહેતા હતા. જે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે માર્ગ મકાન વિભાગના એક્સચેન અમરસિંગભાઈને વાત કરી કે વિશ્રામ ગૃહમા આ રીતે કેટલાક મહિનાઓથી ડોક્ટરો રહે છે. તેથી રજૂઆતના પગલે તાત્કાલિક ખાલી કરાવવા એક્સચેને કહેતા રોજમદારના પેટમા તેલ રેડાયું હતું.

હાલના છોટાઉદેપુર જિલ્લાના બધા જ વિશ્રામ ગૃહ અને જિલ્લા મથકના અતિથિ ગૃહને કોન્ટ્રાકટ પદ્ધતિથી જાળવણી માટે આપેલા છે. પરંતુ કવાંટ નગરમા આવેલ વિશ્રામ ગૃહનો કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં આ તાલુકાના માર્ગ મકાન વિભાગના રોજમદાર કર્મચારીઓને અહીં તેઓને લાગતું કામ કરવા રાખ્યા છે. પરંતુ રોજમદાર કર્મચારી અહીં અધિકારી હોય તે રીતે રોફ કોન્ટ્રાકટરના માણસો ઉપર ઝાડતા રહ્યા છે.

આવા રોજમદારોને લઈ ને કોન્ટ્રાકટરના માણસોને શુ કામ કરવું તેની સમજ પડતી નથી. જ્યારે કોન્ટ્રાકટર દ્વારા આ વિશ્રામ ગૃહમા સ્વીપર તરીકે અનિલ નામના માણસને રાખ્યો હતો. પરંતુ તે કોન્ટ્રાકટરના કહ્યામા ન રહેતા તેને 30 સપ્ટેમ્બરના રોજ કોન્ટ્રાક્ટરે છૂટો કરેલ છે. છતાં આ વિશ્રામ ગૃહના રોજમદાર દ્વારા તેને વિશ્રામ ગૃહમા આખો દિવસ બેસાડી રાખી અન્ય કર્મચારી ન આવે તેવી ગતિવિધિ કરતા રહ્યા છે. જેને લઈને આ સરકારી મિલકતમા બિન અધિકૃત વ્યક્તિઓ આવા રોજમદારને લઈને આવે છે.

અન્ય સમાચારો પણ છે...