ચર્ચા:શિક્ષણ માટે ભૂલકાંઓની તપશ્ચર્યા છાત્રો નિયમિત, શિક્ષકો અનિયમિત

કવાંટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરતીયા શાળા બંધ હોવાથી બાળકો શાળા બહાર ઉભા રહ્યા હતા. જ્યારે એક શિક્ષક શાળામાં અડધો કલાક બાદ આવ્યા હતા - Divya Bhaskar
આરતીયા શાળા બંધ હોવાથી બાળકો શાળા બહાર ઉભા રહ્યા હતા. જ્યારે એક શિક્ષક શાળામાં અડધો કલાક બાદ આવ્યા હતા
  • કવાંટની આરતીયા શાળામાં શિક્ષકોની રાહ જોતા બાળકોને પ્રાંગણમાં ઉભા રહેવાનો વારો
  • શિક્ષકોને સુપરવિઝનના અભાવે મોકળું મેદાન મળી જતું હોવાની નગરમાં ચર્ચા

ગુજરાત રાજ્યના સૌથી પછાત એવા કવાંટ તાલુકામાં સુપરવિઝનના અભાવે વારંવાર શિક્ષકોની અનિયમિતતા બહાર આવવા પામે છે. હાલમા કોરોનાને લઈને છેલ્લા બે વર્ષથી શાળાઓમા ક્યારેક ઓનલાઇન તો ક્યારેક ઓફલાઇન શિક્ષણ આપવામા આવતું હતું. પરંતુ હાલમા ગુજરાત સરકાર દ્વારા ઓફલાઇન શાળાઓ શરૂ થવા પામી છે. તેવે વખતે વિદ્યાર્થીઓ અને વલીઓ પણ જાગૃત રહી બાળકોને શાળાએ અભ્યાસ માટે મોકલે છે. પરંતુ શિક્ષકની અનિયમિતતાને લઈને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હોય તેમ જોવા મળી રહ્યું છે.

મંગળવારે કવાંટ તાલુકાના આરતીયા ખાતે આવેલ પ્રાથમિક શાળામા 3 શિક્ષકો છે. છતાં 10-53 કલાકે એક પણ શિક્ષક શાળામાં આવ્યા ન હતા. જ્યારે 10-54 કલાકે વીજયભાઈ નામના શિક્ષક આવ્યા હતા. જ્યારે અન્ય બે શિક્ષક શાળાએ પહોંચ્યા પણ ન હતા. જેને લઈને વિદ્યાર્થીઓ શાળા બહાર 10 વાગ્યાથી આવવાની શરૂઆત થઈ હતી. જ્યારે આ શાળા રસ્તાની બાજુમા આવી છે. આ માર્ગ ઉપર મોટર સાઈકલોની અવરજવર પણ ભારે હોય છે. તેવા સમયે બાળક રમત રમતો જો રસ્તા ઉપર આવી જાય તો જવાબદાર કોણ?

વાલીઓને તો એમ હોય છે કે મારું બાળક શાળાએ ગયું છે. પરંતુ શિક્ષક ન આવતા બાળકોને બહાર ઉભા રહેવાનો વારો આવે છે. જ્યારે આ બાબતે બીટ નિરીક્ષક બાબુભાઈ સાથે વાતચીત કરતા તેઓએ શાળાનો સમય 10-30થી 5-00 વાગ્યાનો છે. તેમ જણાવ્યું હતું. જ્યારે 10-30 વાગ્યાનો શાળાનો સમય છે. છતાં શિક્ષક નિયમિત આવતા નથી. તો શનિવારે સવારની શાળાનો સમય હોય છે ત્યારે શિક્ષક સમયે શાળાએ પહોંચતા હશે? તેવા સવાલો ઉભા થવા પામ્યા હતા.

જ્યારે જ્યારે આવા અનિયમિત અને ગુલ્લેબાજ શિક્ષક પકડાય છે. તે વખતે તેઓને સજા કરવામા ન આવે તેવી તરફદારી સંઘ દ્વારા કરવામા આવે છે. તેમ શિક્ષણ આલમમાંથી જાણવા પણ મળ્યું છે. જ્યારે આ તાલુકામા 2 બીટ નિરીક્ષક છે. પણ તેઓ પાસે શાળાનો પણ ચાર્જ છે અને ટીપીઓનો ચાર્જ પણ બીટ નિરીક્ષક જોડે છે. તેથી શિક્ષકોને સુપરવિઝનના અભાવે મોકળું મેદાન મળી જતું હોય તેવી ચર્ચા મંગળવારે તાલુકામા સાંભળવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...