તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:મોરાંગણાથી કારમાં લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો

કવાંટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની બોટલ નંગ 300 અને કાર છોડી ઇસમ ફરાર
  • 75,900ના દારૂ સાથે 3,75,900નો મુદ્દમાલ જપ્ત

લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર દ્વારા પાનવડ પોલીસ મથક વિસ્તારના મોરાંગણા ગામ પાસેથી કારમાં લઇ જવાતો કિંમત રૂપિયા 75,900નો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર તેઓના એલસીબી સ્ટાફની ટીમ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન તેઓને બાતમીદારથી બાતમી મળી હતી કે એક લાલ કલરની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખાટીયાવાંટ તરફ જનાર છે.

જે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડી આવતા એલસીબી દ્વારા ગાડીનો પીછો કરતા વાહન ચાલક પોતાના કબજાનું વાહન તથા તેમાં ભારતીય બનાવટની વિવિધ બોટલ 300 નંગ દારૂ છોડી ભાગી જતા ગાડી સાથે કુલ કિંમત રૂપિયા 3,75,900 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ પાનવડ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા મુદ્દમાલ અંગે ગુનો નોંધી આગળની કાયેદસરની તપાસ કાર્યવાહી હાથ ધરી નાસી જનાર ઇસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...