તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે પુસ્તકો પહોંચાડયાં:કવાંટ તાલુકાની 209 પ્રાથમિક શાળાઓમાં પુસ્તકોનું વિતરણ

કવાંટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કવાંટ તાલુકાની 209 પ્રાથમિક શાળાઓમાં પાઠ્ય પુસ્તકોનું વિતરણ તાલુકા શાળા નં.1માંથી કરવામા આવ્યું હતું. - Divya Bhaskar
કવાંટ તાલુકાની 209 પ્રાથમિક શાળાઓમાં પાઠ્ય પુસ્તકોનું વિતરણ તાલુકા શાળા નં.1માંથી કરવામા આવ્યું હતું.
  • શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો પહોંચાડે છે
  • મહામારી કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને બોલાવવાની નથી

કવાંટ તાલુકા શાળા નંબર-1માંથી તાલુકાના 19 ગ્રૂપ શાળાઓની 209 જેટલી અને 6 આશ્રમ શાળાઓમાં જેમાં ગોજારીયા કેમ્પસની મોડલ સ્કૂલ, છોડવાની, મોગરા, સૈડી વાસણ પ્રાથમિક શાળાઓના ધોરણ-1થી 7ના પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પાઠ્ય પુસ્તકો શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે જઈને પહોંચાડવાના છે. તાલુકામાં 7મી તારીખથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થઈ ગઈ છે.

કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને બોલાવવાના નથી. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ભયનેકારણે હાલમાં તો ફક્ત શિક્ષકો જ શાળામાં આવી રહ્યા છે. જેને લઈને તેઓનું શિક્ષણ તેઓને ઘરે જ રહીને આપવાનું છે. જેથી ઓનલાઇન શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. પાઠ્ય પુસ્તકો વિતરણ સિવાય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે રહીને વાંચન, લેખન તેમજ ગણન જેવા વિષયો પર વિશેષ ધ્યાન રાખવું પડે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...